Jharkhand Election 2024 : ઝેરીલા નિવેદનો માટે હિમંતા બિસ્વા સરમા સામે ફરિયાદ, જાણો શું છે પુરો વિવાદ?

Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી વચ્ચે બીજેપી નેતાઓનો વાણી વિલાસ યથાવત છે.

લોકોને ભડકાવીને મતોનું ધ્રુવિકરણ કરવા જાણીતી બીજેપીના નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંતા વિશ્વા સરમા તેના ઝેરીલા નિવેદનો માટે મુશ્કેલીમાં ફસાયા છે.

Himanta Biswa Sarma

ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરીયાદ કરી છે. તેમના પર ચૂંટણી રેલીમાં ભડકાઉ અને વિભાજનકારી ભાષણ આપવાનો આરોપ છે.

1 નવેમ્બરે તેમના ભાષણ દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ ઝેર ઓકતા કહ્યું હતું કે, તેઓ એક જગ્યાએ મતદાન કરશે, પરંતુ આપણા હિંદુઓ અડધા અહીં અને અડધા ત્યાં મતદાન કરશે. આ સરકાર ઘૂસણખોરોને આમંત્રણ આપે છે કારણ કે ચોક્કસ સમુદાય તેમને મત આપશે.

આ નિવેદનને લઈને ઈન્ડિયા બ્લોકે સીઈઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મુસ્લિમ લઘુમતીઓને નિશાન બનાવતી અત્યંત વિભાજનકારી અને દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ બનાવવા અને આગામી વિધાનસભા ચૂંટણીમાં હિંસા ભડકાવવા માટે થઈ શકે છે, આ ઝેરી ભાષાનું ઉદાહરણ છે.

ફરિયાદમાં હિમંતા બિસ્વા સરમા દ્વારા વિવિધ પ્રસંગોએ કથિત રીતે કરાયેલા અન્ય વિવાદાસ્પદ નિવેદનોને પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, તે રાજકીય લાભ માટે હાલના સામાજિક વિભાજનને વધુ ઊંડું કરવા કોઈ ચોક્કસ ધાર્મિક લઘુમતીના તમામ સભ્યોને ઘૂસણખોરો તરીકે ઇરાદાપૂર્વક ચિત્રિત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, હિમંતા વિશ્વા સરમા તેના ઝેરીલા નિવેદનો માટે કુખ્યાત છે. લોકોને લડાલનારા નિવેદનો આપવા માટે તેમની ખાસ ઓળખ છે. હવે જોવાનું એ રહે છે કે ઈલેક્શન કમિશન તેની સામે શું પગલા લે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X