Jharkhand Election 2024 : ઝારખંડમાં કોંગ્રેસ કેટલી સીટો પર લડશે? જાણો JMM-RJD સાથે ગઠબંધન થશે કે કેમ?
Jharkhand Assembly Election 2024 : હરિયાણા ચૂંટણી બાદ ગમે ત્યારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. અહેવાલો અનુસાર, ઝારખંડમાં કોગ્રેસ ઝારખડ મુક્તિ મોરચા અને આરજેડી સાથે મળીને ચૂંટણી લડી શકે છે.
હાલમાં જ ઝારખંડમાં કોગ્રેસને જીતાડવા માટે સ્થાનિક નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણીમાં બીજેપીની રણનીતિ પર ચર્ચા થઈ.

આ બેઠક બાદ ઝારખંડ સરકારમાં મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યુ કે, કોંગ્રેસે આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠકમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની વર્તમાન 18 બેઠકો જાળવી રાખવા ગઠબંધનમાં કોંગ્રેસને આપવામાં આવતી મહત્તમ બેઠકો જીતવા માર્ટી પ્રયાસ કરશે.
બેઠક બાદ કોંગ્રેસ ધારાસભ્ય બાદલ પત્રલેખે જણાવ્યું કે, તેમને લોકોની આકાંક્ષાઓને સમાવિષ્ટ કરીને અને ગઠબંધન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કલ્યાણ કાર્યક્રમો વિશે લોકોને જાગૃત કરવા માટે મેનિફેસ્ટો તૈયાર કરવા કહેવામાં છે.
બેઠકમાં રાહુલ ગાંધીની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી. મુલાકાતની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ દરમિયાન ગુલામ અહેમદ મીર સહિતના વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી હેમંત સોરેનને મળ્યા અને વર્તમાનમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
જણાવી દઈએ કે, ઝારખંડમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ પહેલાથી જ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે. હવે આ બન્ને પાર્ટીઓ ઝારખંડમાં પણ સાથે ચૂંટણી લડી શકે છે.












Click it and Unblock the Notifications
