Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jharkhand Election 2024: ચંપાઈ સોરેન ઝારખંડ ચૂંટણીમાં હેમંત સોરેનની પાર્ટીને કેટલુ નુકસાન પહોંચાડશે? જાણો શું

Jharkhand Assembly Election 2024 : સીએમ પદેથી હટાવ્યા બાદ ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા છોડીને બીજેપીનો હાથ પકડવા જઈ રહી છે. હવે બીજેપી ચંપાઈ સોરેનના સહારે ઝારખંડ જીતવાનો પ્લાન બનાવી રહી છે.

હાલમાં જ હેમંતા વિશ્વા સરમાએ સત્તાવાર રીતે આ વાતની જાહેરાત કરી છે. ચંપાઈ સોરેન બીજેપી સાથે જાય છે તો ઘણા સમીકરણ બદલાઈ જશે.

Jharkhand Assembly Election 2024

ચંપાઈ સોરેન બીજેપીમાં જોડાય છે તો JMM માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોલ્હન ટાઈગરના નામથી પ્રખ્યાત પંચાઈ સોરેન અને શિબુ સોરેન બન્ને પાર્ટીના મજબુત આધાર સ્તંભ રહ્યાં છે.

ચંપાઈ સોરેનની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે શિબુ સોરેન પછી ચંપાઈ સોરેન જેએમએમના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમના નેતૃત્વમાં જ પાયાના સ્તરે કામ કરીને JMM 2019ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. હેમંત સોરેન સીબીઆઈની કસ્ટડીમાં હતા ત્યારે ચંપાઈ સોરેનને રાજ્યની જવાબદારી સંભાળી હતી.

ચંપાઈ સોરેન સંથાલ આદિવાસી સમુદાયમાંથી આવે છે અમને અન્ય જાતિઓ પર તેમની મજબૂત પકડ છે. આ સાથે તેઓ મજૂર વર્ગના મોટા નેતા છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર કોલ્હન ચંપાઈ સોરેનનો ગઢ છે, તેથી જ તેમને કોલ્હન ટાઈગરના નામથી ઓખળવામાં આવે છે.

હવે ચંપાઈ સોરેન ભાજપમાં જોડાય છે તો કોલ્હનમાં બીજેપી શક્તિશાળી બની શકે છે, જ્યાં અત્યાર સુધી જેએમએમની મજબૂત પકડ હતી. ચંપાઈ સોરેનને મેદાનમાં ઉતારીને ભાજપ હેમંત સોરેન સામે પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.

કોલ્હાનમાં પૂર્વ અને પશ્ચિમ સિંઘભૂમની સાથે સરાઈકેલા જિલ્લો આવે છે. જ્યાં કુલ 14 વિધાનસભા બેઠકો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠકો ઝારખંડ મુક્તિ મોરચાએ જીતી છે. આમાં ચંપાઈ સોરેનની મોટી ભૂમિકા હતી. આ ઉપરાંત કોંગ્રેસને 2 બેઠકો મળી હતી અને એક બેઠક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. અહીં 14માંથી એક પણ સીટ ભાજપ જીતી શકી નથી, પરંતુ હવે ચંપાઈ સોરેનનું સમર્થન મળ્યા બાદ ભાજપ અહીં સરળતાથી જીત મેળવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X