Jharkhand Election 2024 : ઝારખંડની આ 15 સીટો બીજેપીને સત્તાથી દુર રાખશે? જાણો કેમ ટેન્શનમાં છે પાર્ટી?

Jharkhand Assembly Election 2024 : હરિયાણામાં માંડ માંડ જીતેલી જીતેલી બીજેપી માટે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કપરી ચેલેન્જ છે.

સુત્રો પર વિશ્વાસ કરીએ તો હેમંત સોરેનને જેલમાં ઘકેલવુ બીજેપીને ભારે પડી શકે છે. રાજ્યમાં ઘણી એવી સીટો છે જે બીજેપીને સત્તાથી દુર રાખી શકે છે.

Jharkhand Election 2024

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી માટે મોટા પડકારો ઉભા થઈ રહ્યા છે. સમાચારો પર વિશ્વાસ કરીએ તો 66 ઉમેદવારોની જાહેરાત બાદ પાર્ટીમાં બળવો જોવા મળ્યો છે. કહી શકાય કે હવે ભાજપે ઈન્ડિયા ગઠબંધન સાથે સાથે બળવાખોરો સાથે મોટો મુકાબલો કરવો પડી શકે છે.

ઝારખંડ ચૂંટણી પહેલા સીએમ હેમંત સોરેનને હરાવનારા પૂર્વ મંત્રી લુઈ મરાંડી બીજેપી છોડીને ઝારખંડ મુક્તિ મોરચામાં જોડાયા છે. લુઈસ મરાંડીની સાથે ભાજપના પૂર્વ ધારાસભ્યો કુણાલ સારંગી અને લક્ષ્મણ ટુડુ પણ જેએમએમમાં ​​જોડાયા છે.

બળવાખોર નેતાઓ ભાજપ છોડીને જેએમએમમાં ​​જોડાઈ રહ્યાં છે અથવા તો અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. તેમનો દાવો છે કે પક્ષ પક્ષપલટા અને ભત્રીજાવાદની જાળમાં ફસાઈ ગયો છે.

પાર્ટીના બાગી નેતાઓમાં કેદાર હઝરા, મેનકા સરદાર, સંદીપ વર્મા, લુઈ મરાંડી, ગણેશ મહાલી, મલખાન સિંહ, વિનોદ સિંહ, રાજ પાલીવાર અને બતુલ ઝા જેવા નેતા સામેલ છે.

ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને સરાઈકેલા સીટ પરથી ટિકિટ આપવામાં આવ્યા બાદ અહીં પણ બળવો તેજ થયો છે. ચંપાઈ સોરેનને ટિકિટ મળ્યા પછી ભાજપના બાસ્કો બેરા, લક્ષ્મણ ટુડુ અને ગણેશ મહાલીએ બળવો કર્યો છે અને પાર્ટીમાંથી રાજીનામું આપી હેમંત સોરેનની જેએમએમમાં ​​જોડાયા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને 15 બેઠકો પર બળવાનો સામનો કરવો પડ્યો છે. તેમાં જમશેદપુર પૂર્વ, બહરગોરા, સરાઈકેલા, નાલા, હુસૈનાબાદ, જમશેદપુર પશ્ચિમ, રાંચી, બરકટ્ટા, સરથ, જામુઆ, ઈચ્છાગઢ, બિષ્ણુપુર, મહેશપુર, માધુપુર અને દુમકા વિધાનસભા બેઠકો સામેલ છે.

આ તમામ બેઠકો પર ભાજપ બળવાખોરોનો સામનો કરી રહી છે. આ તમામ લોકો ટિકિટ વિતરણને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X