Jharkhand : હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, આ જેલમાં એક રાત રહેશે
ઈડી દ્વારા પુછપરછ કરાયા બાદ કોર્ટે ઝારખંડના પુર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે.
હેમંત સોરેનના રિમાન્ડ માટે ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી. સુનાવણી બાદ કોર્ટે હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસ કસ્ટડીના મુદ્દે આવતીકાલે ફરી સુનાવણી થશે.

આ નિર્ણય બાદ હેમંત સોરેનને રાંચીની હોટવાર જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. હેમંત સોરેનને હોટવાર જેલના અપર ડિવિઝન સેલમાં રાખવામાં આવશે. શુક્રવારે પોલીસ કસ્ટડી માટે કોર્ટમાં વધુ એક સુનાવણી થશે.
આ પહેલા ગુરુવારે હેમંત સોરેન લગભગ 2.30 વાગ્યે સ્પેશિયલ ED કોર્ટમાં પહોંચ્યા હતા, ત્યારબાદ સુનાવણી શરૂ થઈ હતી. બંને પક્ષોએ લગભગ 2 કલાક સુધી પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો પણ થઈ હતી.
ઈડીએ કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં બચાવ પક્ષ વતી લાંબી ચર્ચા ચાલી હતી, જે બાદ કોર્ટે હેમંત સોરેનને રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય અનામત રાખ્યો. બીજી તરફ ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ચંપાઈ સોરેને રાજ્યપાલને પત્ર લખ્યો છે. નવી સરકારને લઈને લખવામાં આવેલા પત્રમાં ચંપાઈ સોરેને 47 ધારાસભ્યોના દાવા સાથે સહીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, હેમંત સોરેનની ધરપકડ બાદ છેલ્લા 18 કલાકથી ઝારખંડમાં કોઈ સરકાર નથી. ઝારખંડમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ છે. ચંપાઈ સોરેનને રાજ્યપાલે શપથગ્રહણ માટે સમય આપ્યો નથી. આ સ્થિતીમાં તમામ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
