ઝારખંડમાં બધા રેકોર્ડ તોડી 14 વર્ષ બાદ ભાજપ બનાવશે પૂર્ણ બહુમતીની સરકાર
રાંચી, 23 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝારખંડમાં તાબડતોડ ચૂંટણી પ્રચારે ભાજપ માટે ઝારખંડમાં નવો ઇતિહાસ બનાવવા જઇ રહી છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો ભાજપ 43 સીટો સાથે પૂર્ણ બહુમતીની સરકાર બનવવા જઇ રહી છે.
એક્ઝિટ પોલમાં પણ હવે 67 સીટોના ટ્રેંડ અનુસાર ભાજપના પક્ષમાં 43 સીટો આવી રહી છે. એવામાં જો બધી 81 સીટોના પરિણામ આવે ત્યાં સુધી આશા કરી શકાય કે ભાજપ 50 સીટોથી પણ વધુ જીતવામાં સફળ થઇ શકે છે.

ગત ચૂંટણી પર નજર કરીએ તો ભાજપના ખાતામાં ફક્ત 18 સીટો હતો તો બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાને પણ 18 જ્યારે કોંગ્રેસને 13 સીટો મળી હતી. એવામાં ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપ ઝારખંડમાં ત્રણ ગણી વધી પ્રાપ્ત થતી જોવા મળી રહી છે. જો કે ઝારખંડમાં ભાજપના મુખ્યમંત્રી કોણ હશે તેના પર સંશય યથાવત છે.












Click it and Unblock the Notifications
