For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તબરેઝના પિતાનો પણ મોબ લિંચિંગમાં જીવ ગયો હતો

ઝારખંડ મોબ લિંચિંગમાં જીવ ગુમાવનાર તબરેઝના પિતા મસ્કુર અંસારીનો જીવ પણ 15 વર્ષ પહેલા ભીડ ઘ્વારા જ લેવામાં આવ્યો હતો

|
Google Oneindia Gujarati News

ઝારખંડ મોબ લિંચિંગમાં જીવ ગુમાવનાર તબરેઝના પિતા મસ્કુર અંસારીનો જીવ પણ 15 વર્ષ પહેલા ભીડ ઘ્વારા જ લેવામાં આવ્યો હતો. મસ્કુર અંસારીને પણ 15 વર્ષ પહેલા ભીડે કથિત રીતે ચોરી કરતા પકડ્યો હતો. સ્થાનીય લોકો અનુસાર તબરેઝના પિતા મસ્કુરને જમશેદપુરના બાગબેડા વિસ્તારમાં ભીડે ચોરી કરતા પકડ્યો હતો. પોલીસ આ ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવી રહી છે. આ મામલે વધુ એક કેસ બાગબેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

આ પણ વાંચો: ચોરીના આરોપમાં મુસ્લિમ યુવકની મોબ લિંચિંગ, જયશ્રી રામના નારા

તબરેઝના પિતાની પણ મોબ લિંચિંગ થઇ હતી

તબરેઝના પિતાની પણ મોબ લિંચિંગ થઇ હતી

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર જિલ્લા એકાઈ મહાસચિવ મોહસિન ખાન ઘ્વારા અખબારને જણાવ્યું હતું કે તેઓ મસ્કુર અંસારીની લાશ લેવા માટે જમશેદપુર ગયા હતા. લગભગ 70 વર્ષના બે વૃદ્ધોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ખાને જે કહ્યું તે સાચું હતું. તપાસ એજન્સીઓની પૂછપરછને કારણે તેઓએ તેમના નામ જાહેર કર્યા નથી.

ગળું કાપીને તબરેઝના પિતાની હત્યા કરી હતી

ગળું કાપીને તબરેઝના પિતાની હત્યા કરી હતી

તબરેઝના ઘરેથી લગભગ 100 મીટર દૂર રહેતી વૃદ્ધ મહિલા ઘ્વારા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવવામાં આવ્યું કે ભીડે પકડ્યા પછી તેની પીટાઈ કરી અને પછી તેનું ગળું કાપી નાખ્યું. તેના શરીરને લાવવામાં આવ્યા ત્યારે અમે અહીં આવ્યા. બાગબેડાના કેટલાક લોકોએ 2004 માં પણ આ બનાવ વિશે જણાવ્યું હતું.

તબરેઝની ભીડે મારી મારીને હત્યા કરી નાખી

તબરેઝની ભીડે મારી મારીને હત્યા કરી નાખી

આ ઘટના 18 જૂન રાતની છે, જ્યાં 24 વર્ષના તબરેઝ અંસારી જમશેદપુરથી પોતાના ગામ પાછો આવી રહ્યો હતો. તે સમયે ઘાતકીડીહ ગામમાં લોકોએ તેને ચોરીની શંકામાં પકડી લીધો. ચોરીનો આરોપ લગાવતા લોકોએ તબરેઝને થાંભલા સાથે બાંધી દીધો અને તેની પીટાઈ કરવાનું ચાલુ કરી દીધું. પોલીસને સોંપતા પહેલા લગભગ 18 કલાક સુધી લોકો તેને મારતા રહ્યા. આ દરમિયાન ગ્રામીણોએ તેને 'જયશ્રી રામ' અને 'જય હનૂમાન' જેવા નારા લગાવવા માટે કહ્યું અને આવું નહીં કરવા પર તેની ખુબ જ પીટાઈ કરી.

English summary
Jharkhand mob lynching: Tabrez father also died in Mob Lynching
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X