ચોરીના આરોપમાં મુસ્લિમ યુવકની મોબ લિંચિંગ, જયશ્રી રામના નારા

ઝારખંડમાં મોબ લિંચિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મુસ્લિમ યુવકને ચોરીની શંકામાં ભીડે વીજળીના થાંભલા સાથે બાંધીને એટલો બધો માર માર્યો કે હોસ્પિટલમાં ઉપચાર દરમિયાન તેની મૌત થઇ ગઈ.

ઝારખંડમાં મોબ લિંચિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મુસ્લિમ યુવકને ચોરીની શંકામાં ભીડે વીજળીના થાંભલા સાથે બાંધીને એટલો બધો માર માર્યો કે હોસ્પિટલમાં ઉપચાર દરમિયાન તેની મૌત થઇ ગઈ. એટલું જ નહીં પરંતુ ભીડે યુવકને જયશ્રી રામના નારા લગાવવા માટે પણ કહ્યું. આ ઘટના ખરસાવન જિલ્લાના સરાયકેલા ચોકીના ઘાતકીડીહ ગામની જણાવવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: દેશમાં મુસલમાનો સુરક્ષિત નથી, મોબ લિન્ચિંગના નામે કતલ થઇ રહ્યા છે

18 કલાક સુધી લોકો તેને ડંડાથી મારતા રહ્યા

18 કલાક સુધી લોકો તેને ડંડાથી મારતા રહ્યા

આ ઘટના 18 જૂન રાતની છે, જ્યાં 24 વર્ષના તબરેઝ અંસારી જમશેદપુરથી પોતાના ગામ પાછો આવી રહ્યો હતો. તે સમયે ઘાતકીડીહ ગામમાં લોકોએ તેને ચોરીની શંકામાં પકડી લીધો. ચોરીનો આરોપ લગાવતા લોકોએ તબરેઝને થાંભલા સાથે બાંધી દીધો અને તેની પીટાઈ કરવાનું ચાલુ કરી દીધું. પોલીસને સોંપતા પહેલા લગભગ 18 કલાક સુધી લોકો તેને મારતા રહ્યા. આ દરમિયાન ગ્રામીણોએ તેને 'જયશ્રી રામ' અને 'જય હનૂમાન' જેવા નારા લગાવવા માટે કહ્યું અને આવું નહીં કરવા પર તેની ખુબ જ પીટાઈ કરી.

ઈદ પર તબરેઝના લગ્ન થયા હતા

ઈદ પર તબરેઝના લગ્ન થયા હતા

પોલીસે તેને ચોરીનો આરોપી માનતા આખો દિવસ તેને જેલમાં રાખ્યો, જયારે ગંભીર ઇજાને કારણે તેની હાલત ખરાબ થવા લાગી જયારે 22 જૂને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની મૌત થઇ ગઈ. તબરેઝ આલમપુરમાં વેલ્ડીંગનું કામ કરતો હતો અને પોતાના પરિવાર સાથે ઈદ ઉજવવા માટે ઘરે આવ્યો હતો. ઈદની રજામાં પરિવારે તેના લગ્ન પણ કરાવ્યા હતા.

હોસ્પિટલમાં મુસ્લિમ યુવકની મૌત

જયારે સરાયકેલા ચોકીના પ્રભારી અવિનાશ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ઘાતકીડીહ ગામના લોકોએ તબરેઝને ચોરીના આરોપમાં પકડ્યો હતો. ગ્રામીણોએ તબરેઝને ઘાતકીડીહ ગામના કમલ મેહતોના ઘરના ધાબેથી કુદતા જોયો હતો. તેમની સાથે બીજા પણ લોકો હતા, જે ભાગી ગયા. તબરેઝને ગ્રામીણોએ પકડી લીધો. ત્યારપછી ગ્રામીણોએ તેની પીટાઈ કરી અને ચોર કહીને અમને સોંપી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X