For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામના મદરેસામાં જેહાદી ટ્રેનિંગ! બાંગ્લેદેશી આતંકી સંગઠનથી ફંડિંગ, બિલ્ડિંગ પર ચલાવ્યુ બુલડોઝર

આસામના એક મદરેસામાં રહેતા બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન સાથે કથિત રીતે સંબંધ ધરાવતા મુખ્ય મુફ્તી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મુફ્તીની ધરપકડ બાદ તે મદરેસાને તોડી પાડવામાં આવી છે જ્યાંથી તે વિદેશી આતંકવાદી સંગઠનોના મનસ

|
Google Oneindia Gujarati News

આસામના એક મદરેસામાં રહેતા બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન સાથે કથિત રીતે સંબંધ ધરાવતા મુખ્ય મુફ્તી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મુફ્તીની ધરપકડ બાદ તે મદરેસાને તોડી પાડવામાં આવી છે જ્યાંથી તે વિદેશી આતંકવાદી સંગઠનોના મનસુબાઓને અંજામ આપવાની ટ્રેનિંગ આપતો હતો.

Assam

આ મામલો આસામના મોરીગાંવનો છે, જ્યાં એક મદરેસાના વડા મુફ્તીની આતંક ફેલાવવામાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મદરેસાના વડા મુફ્તી પર આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામ સાથે સંબંધ હોવાના આરોપો છે. અંસારુલ ઈસ્લામ બાંગ્લાદેશમાં સક્રિય છે. મુફ્તી સામે કેસ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, મદરેસામાં આતંકવાદી ષડયંત્ર રચાયાનો મામલો સામે આવ્યા પછી, હવે વહીવટીતંત્રે આ મદરેસાને તોડી પાડ્યું છે.

મદરેસાના મુફ્તી મુસ્તફાને બાંગ્લાદેશમાં આતંકવાદી મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવી રહ્યો છે. તે આસામના મોરીગાંવ જિલ્લામાં 2018થી જામી-ઉલ-હુદા મદરેસા ચલાવે છે. પોલીસે મુફ્તી મુસ્તફાના કબજામાંથી મોબાઈલ ફોન, બેંક પાસબુક અને અન્ય સામગ્રી સાથે અનેક ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. આ કેસમાં મદરેસાના આઠ મૌલવીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આરોપ છે કે આ મદરેસાને બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. આ સિવાય તેને કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે બીજા ઘણા દેશોમાંથી ફંડ મળી રહ્યું હતું. મદરેસામાં જેહાદની વિશેષ તાલીમ આપવામાં આવી રહી હતી.

હાલ પોલીસ અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. મદરેસાના આતંકવાદી કનેક્શનને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું કે આતંકવાદી સંગઠનો ધીરે ધીરે આસામને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશ મારફતે રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજ્યના મુસ્લિમ યુવાનોને 'હદીસ' શીખવીને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

English summary
Jihadi Training in Assam Madrasa! Funding from a Bangladeshi terrorist organization
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X