For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડઃ હેમંત સોરેન આજે સીએમ પદના શપથ લેશે, મંત્રી પદની રેસમાં સહયોગી દળના આટલા MLA

ઝારખંડઃ હેમંત સોરેન આજે સીએમ પદના શપથ લેશે, મંત્રી પદની રેસમાં સહયોગી દળના આટલા MLA

|
Google Oneindia Gujarati News

રાંચીઃ હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનની શપથ ગ્રહણ વિધિ આજે બપોરે 2 વાગ્યે મોરહાબાદી મેદાનમાં થશે. તેઓ ઝારખંડના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પ્રચંડ બહુમત મળ્યું છે. ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધને 81 સીટોવાળી વિધાનસભામાં 47 સીટ પર જીત નોંધાવી છે. જેમાં જેએમએમના 30, કોંગ્રેસના 16 અને આરજેડીના 1 ધારાસભ્યની જીત થઈ છે.

જેવીએમના ત્રણ, એનસીપી અને સીપીઆઈ એણએલના એક-એક ધારાસભ્યોએ પણ ગઠબંધનને પોતાનું સમર્થન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝારખંડ સરકારમાં શેરિંગનો ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવ્યો છે. જે મુજબ મંત્રીમંડળમાં જેએમએમના 6 મંત્રી, કોંગ્રેસના 4 મંત્રી અને આરજેડીના એકમાત્ર ધારાસભ્યને મંત્રિમંડળમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષનું પદ કોંગ્રેસને આપવામાં આવશે.

બે મંત્રી પણ શપથ લેશે

બે મંત્રી પણ શપથ લેશે

રિપોર્ટ્સ મુજબ હેમંત સોરેન સાથે બે કે ત્રણ મંત્રી આજે શપથ લઈ શકે છે. જે બાદ સદનમાં બહુમત સાબિત કરવા પર મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. આજે શપથ લેનાર એક મંત્રીનં નામ લગભગ નક્કી જ છે. જે છે ઝારખંડમાં કોંગ્રેસ ધારાસભ્ય દળનાન ેતા આલમગીર આલમ. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમને શપથ લેવા માટે ફોન આવી ચૂક્યો છે.

શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી એકતા દેખાશે

શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષી એકતા દેખાશે

હેમંત સોરેનના આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં એક મંચ પર વિપક્ષી એકતા પણ જોવા મળી શકે છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપીના નેતા શરદ પવાર, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, યૂપીના બે પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને માયાવતી, બંગાળના સીએમ મમતા બેનરજી, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધ ઠાકરે, ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન સહિતના નેતાઓ હાજર રહેશે.

કેટલાય ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે

કેટલાય ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે

શપથ ગ્રહણ સમારોહમાં ટાટા સ્ટીલના એમડી ટીવી નરેન્દ્રન, જેએસપીએલના સીએમડી નવીન જિંદાલ, ડાલમિયા ગ્રુપના એણડી પુનીત ડાલમિયા, ડાલમિયા ગ્રુપના ઈડી હરમીત સેઠી, રૂંગટા માઈન્સના એમડી સિદ્ધાર્થ રૂંગટા, ઈલેક્ટ્રોસ્ટીલના એમડી પંકજ મલિહાન અને રાહુલ શર્મા, એસ્સારના ઉપાધ્યક્ષ પ્રદીપ મિત્તલ, બિરલા ગ્રુપના અધ્યક્ષ પ્રમોદ ઉંડે અને બ્રિજેશ ઝા સહિત કેટલાય ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો હાજર રહેશે.

મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા હેમંત સોરને મમતા બેનરજી સાથે મુલાકાત કરીમુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા હેમંત સોરને મમતા બેનરજી સાથે મુલાકાત કરી

English summary
JMM may have 6 ministers, Congress 4, RJD 1 in Hemant Soren cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X