JNUમાં યુવતી પર હુમલો કરી વિદ્યાર્થીએ આપ્યો જીવ!

murder
નવી દિલ્હી, 31 જુલાઇ : દિલ્હીની જેએનયૂમાં આજે એ સમયે ચકચાર મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિની પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં આ યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ. ત્યાર બાદ વિદ્યાર્થીએ જાતે ઝેર પીને પોતાનો જીવ આપી દેવાની કોશિશ કરી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યું થઇ ગયું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આકાશ નામના એક વિદ્યાર્થીએ રોશની નામની એક વિદ્યાર્થિની પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. બંને બીએના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા. આકાશની ઉંમર 23 વર્ષ અને રોશનીની ઉંમર 22 વર્ષ છે. આ હુમલો જેએનયૂમાં ક્લાસ રૂમમાં કરવામાં આવ્યો. ઘટના સવારે 11 વાગ્યાની છે.

કહેવાય છે કે બંનેની વચ્ચે પહેલા કોઇ વાત પર ઝઘડો થયો હતો. વિદ્યાર્થી આકાશે ક્લાસરૂમમાં જ યુવતી પર હુમલો કર્યો અને હુમલા બાદ આકાશે સલ્ફાસની ગોળીઓ ખાઇ લીધી. આકાશને એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં અને રોશનીને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થઇ ગયું.

આ મામલામાં જેએનયૂએ એક તપાસ કમિટિનું ગઠન કર્યું છે. આ ઘટના બાદ કેમ્પસમાં શાંતિ છવાઇ ગઇ છે અને દરેક વિદ્યાર્થીઓની અંદર આ કિસ્સાને લઇને જ ચર્ચા વિચારણા થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X