બાપુને ફાવતું નથી ને કોર્ટ બાપુને કાઢતી નથી!

યૌન શોષણ મામલે જમાનત મેળવવા માટે આસારામ બાપુએ ફરી એક વાર કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ફરી એક વાર તેમને કોર્ટથી દુખી મોઢે બહાર આવવું પડ્યું. સગીર સાથે દુષ્કર્મ કર્યાના આરોપ હેઠળ પાછલા બે વર્ષથી કહેવાતા ધર્મગુરુ તેવા આસારામ બાપુ જોધપુર જેલમાં સળિયાની પાછળ છે. પાછલા બે વર્ષથી આસારામ જેલની બહાર આવવા માટે છટપટ કરી રહ્યા છે અને પાછલા બે વર્ષની કોર્ટ તેમને જેલમાં જ રાખી રહી છે.

નોંધનીય છે કે આજે જ્યારે કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનવણી કરી ત્યારે હજારોની સંખ્યામાં આસારામના સમર્થકો કોર્ટ રૂમમાં હાજર હતા. અને પોલિસને તેમને સાચવવા મુશ્કેલી થઇ રહી હતી.

નોંધનીય છે કે ગત બે દિવસથી તેમની જમીન અરજી અરજી પર કોર્ટમાં સુનવણી ચાલી રહી હતી. અને આસારામને આશા પણ હતી કે તે છૂટી જશે પણ કોર્ટે તેમની તમામા આશા અપેક્ષા પર ઠંડુ પાણી ફેરવી દીધું. ત્યારે શું કારણો છે કે બાપુને જેલ ગમતી નથી અને કોર્ટે બાપુને નીકાળતી નથી જાણો આ વાતનો જવાબ નીચેના આ ફોટોસ્લાઇડરમાં

બાપુ થયા 8મી વાર ફેલ

બાપુ થયા 8મી વાર ફેલ

નોંધનીય છે કે અત્યાર સુધીમાં આસારામ બાપુ કુલ 8 વખત જામીન માટે અરજી કરી ચૂક્યા છે. અને તમામ વખતે કોર્ટે તે જ કહ્યું છે કે ભાઇ તમે તો જેલમાં જ સારા!

આ વખતે તો સ્વામી મને નીકાળશે જ

આ વખતે તો સ્વામી મને નીકાળશે જ

જામીન ખારીજ થયાના થોડા દિવસ પહેલા આસારામે દાવો કર્યો હતો હતો કે તેમના વકીલ સુબ્રમ્ણયમ સ્વામી આ વખતે તો જેલમાંથી તેમને બહાર નીકાળશે છે.

તો સ્વામીનું કહેવું છે કે બાપુની જેલ પાછળ છે કોંગ્રેસનો હાથ

તો સ્વામીનું કહેવું છે કે બાપુની જેલ પાછળ છે કોંગ્રેસનો હાથ

જો કે આસારામના વકીલ સુબ્રમ્ણયમ સ્વામીનું કહેવું છે કે આસારામ બાપુ નિર્દોષ છે અને તેમને આ દુષ્કર્મમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ઉલટું તમનું તો કહેવું છે કે કોંગ્રેસનો હાથ છે આ બધા પાછળ આસારામ હિંદુ ધર્મનો પ્રચાર કરતા હતા એટલા માટે કોંગ્રેસે તેમને ખોટી રીતે ફસાવ્યા છે.

બાપુનો કાળો જાદુ પણ ના આવ્યો કામ!

બાપુનો કાળો જાદુ પણ ના આવ્યો કામ!

આસારામ જ્યારે ધર્મગુરુ કહેવાતા હતા ત્યારે તેમ કહેવાતું હતું કે તે ઝેરીલા સાપને પણ વશમાં કરી શકે છે. વળી ભૂતકાળમાં તેમના પણ વશીકરણ કરવા અને કાળુ જાદુ કરવાના આરોપ પણ લાગી ચૂક્યા છે પણ લાગે છે કે આ વખતે તે પણ કામ ના આવ્યો.

સલમાન પણ છુટ્ટો પણ બાપુ નહીં

સલમાન પણ છુટ્ટો પણ બાપુ નહીં

એક વખત હતો જ્યારે સલમાન ખાનને હીટ એન્ડ રન કેસમાં ફટ દઇને જમાનત મળી હતી ત્યારે બાપુ આગ બબુલા થઇ ગયા હતા અને કહ્યું હતું કે તેને પણ મળી ગઇ જમાનત તો મને કેમ નહીં?

કેમ કોર્ટ રાખી રહી છે આસારામને જેલમાં?

કેમ કોર્ટ રાખી રહી છે આસારામને જેલમાં?

આસારામ જેલમાં ગયા બાદ આ કેસના કુલ 9 મુખ્ય સાક્ષીને હત્યા કરવામાં આવી છે. જેથી આ કેસ નબળો બની શકે. કોર્ટેને પણ તે જ વાતની ચિંતા છે કે જે માણસ જેલના સળિયા પાછળ બેસીને આવું કરી શકે તે જેલમાંથી બહાર આવીને શું શું કરી દેશે?

જેલમાં બાપુને તો છે આરામ જ

જેલમાં બાપુને તો છે આરામ જ

ભલે ને આસારામ બાપુ જેલમાંથી બહાર આવવા ઇચ્છતા હોય પણ જેલમાં પણ તેમની સગવડનો પૂરે પુરો ખ્યાલ રાખવામાં આવે છે. તેમના મસાજ માટે રોજ માણસ આવે છે. તેમને અલગ કોટડીમાં પૂરી સુવિધાઓ મળે છે.

જેલમાં રહીને પણ બાપુ ખૂબ કમાય છે

જેલમાં રહીને પણ બાપુ ખૂબ કમાય છે

ભલે આસારામ બાપુ હાલ જેલમાં હોય પણ તેમના આશ્રમમાં આજે પણ મોટી સંખ્યામાં દાન આવે છે. અને તે તમામ નાણાંનો વહીવટ બાપુના સાથીદારો યોગ્ય રીતે કરીને ભરપૂર કમાણી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X