જર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યા
જર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યા
દુનિયાના સૌથી મશહૂર મેડિકલ જર્નલ ધી લન્સેટે પોતાના સંપાદકીયમાં ભારતની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તીખી આલોચના કરી છે. ભારતમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે આંતરરાષ્ટ્રીય ચિકિત્સા પત્રિકા ધી લેન્સેંટે શનિવારે સંપાદકીયમાં કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસને શરૂઆતમાં કંટ્રોલ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે "આત્મ ઉકસાવતી રાષ્ટ્રીય તબાહી" કરી છે. સંપાદકીયમાં પીએમ મોદીની આલોચના કરતાં લખવામાં આવ્યું કે, "કોરોના કાળ જેવા મુશ્કેલ સમયમાં પણ ભારતના પીએમ મોદીનું ધ્યાન ટ્વિટર પર પોતાની આલોચના દબાવવા પર વધુ છે અને કોવિડ 19 મહામારી પર કંટ્રોલ કરવામાં ઓછું છે." ધી લેન્સેંટે લખ્યું કે, "આ મુશ્કેલ સમયમાં મોદીની પોતાની આલોચના અને ખુલી દલીલો દબાવવાની કોશિશ માફી લાયક નથી."

એપ્રિલ સુધી સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ એકેયવાર નથી મળી
મેડિકલ જર્નલ ધી લેન્સેંટે કહ્યું કે, ભારતે કોરોના વાયરસને કંટ્રોલ કરવામાં પોતાની શરૂઆતી સફળતાઓ પર પાણી ફેરવી નાખ્યું. સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ એપ્રિલ સુધી એકેયવાર નહોતી મળી. એપ્રિલ સુધી કેટલાય મહિના વીતી ગયા બાદ પણ કોવિડ 19 ટાસ્ક ફોર્સની પૂર્ણ તૈયારી નહોતી. જેના પરિણામ આજે આપણી સમક્ષ છે. ભારતમાં આજે જ્યારે આ મહામારી પોતાની ચરમ પર છે ત્યારે ભારતે નવેસરથી પગલાં ઉઠાવવાની જરૂરત છે.
આ પ્રયાસો બાદ પણ તેની સફળતા તેના પર નિર્ભર કરે છે કે સરકાર પોતાની ભૂલ માને અને ભારતને એક પારદર્શિતા સાથે નેતૃત્વ આપે છે કે નહિ.












Click it and Unblock the Notifications
