પત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો

Posted By:
Subscribe to Oneindia News

કટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ એક મજબૂત અવાજ બનનારી પત્રકાર ગૌરી લંકેશની મંગળવારે તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે પછી લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી છે. તમામ રાજનીતિ, સમાજિક વર્ગથી જોડાયેલા લોકોએ તેની તીખી આલોચના કરી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કોઇ અજાણ્યા વ્યક્તિએ ગૌરી લંકેશના ઘરની બહાર મોટરબાઇક પર આવી તેમની ગોળી ચલાવી તેમની હત્યા કરી દીધી હતી. અજાણ્યા ગુંડાઓએ ગૌરી પર ગોળીઓના સાત રાઉન્ડ ચલાવ્યા હતા. જેના કારણે તેમને છાતી, ગળા અને માથામાં ગોળી લાગી હતી. નોંધનીય છે કે ગૌરી લંકેશ કન્નડા છાપાની પત્રિકા સંપાદક હતી.

Gauri Lankesh

ઉલ્લેખનીય છે કે ગૌરી હંમેશાથી જ કટ્ટર હિંદુ સંગઠનો વિરુદ્ધ લખતી આવી છે. અને તેમણે નક્સલવાદ અંગે પણ ધણું લખ્યું છે. તેવું કહેવામાં આવતું હતું કે તે નક્સલવાદને લઇને ખાસ સાહનુભૂતિ ધરાવતા હતા. ગૌરી લંકેશ પત્રિકા નામની સાપ્તાહિક મેગેઝિનમાં લેખિકા હતી. નોંધનીય છે કે આ હત્યા પછી પોલીસ સામે સીસીટીવી ફૂટેજ પણ આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. જો કે બીજી તરફ ગૌરી લંકેશની હત્યા પછી કટ્ટર હિંદુવાદી સંગઠનોનું આ કાવતરામાં નામ હોવાનું બહાર આવ્યું છે. 

English summary
Journalist Gauri Lankesh shot dead in Bengaluru, protests across Karnataka.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.