જેપી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં ફેસલો
જેપી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં ફેસલો
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સોમવારે સાંજે પાર્ટી હેડક્વાર્ટરમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો ફેસલો લેવામાં આવ્યો છે. બેઠકમાં પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગહલોત સહિત બોર્ડના અન્ય સભ્યો સામેલ થયા. 58 વર્ષના જેપી નડ્ડા રાજ્યસભાના સભ્ય છે. તેઓ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

રાજનાથ સિંહે આ ફેસલા પર જણાવ્યું કે અમિત શાહના અધ્યક્ષ રહેતા ભાજપે કેટલીય ચૂંટણી જીતી છે. હાલમાં જ તેમને પ્રધાનમંત્રીએ ગૃહમંત્રીની જવાબદારી સોંપી છે. જે બાદ અમિત શાહે ખુદ આગ્રહ કર્યો હતો કે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ અન્ય કોઈને આપી દેવામાં આવે. જે બાદ આખા બોર્ડનું કહેવું હતું કે હજુ આ પદ અમિત શા સંભાળે પરંતુ તેમની અવ્યસ્તતાને જોતા સંસદીય બોર્ડે ફેસલો કર્યો કે જેપી નડ્ડાને હાલ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે.
Rajnath Singh: BJP won several elections under leadership of Amit Shah Ji. But since PM appointed him Home Minister, Amit Shah Ji himself said the responsibility of party president should be given to someone else. BJP Parliamentary board has selected JP Nadda as working president pic.twitter.com/Z7boOluF6O
— ANI (@ANI) June 17, 2019
મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન મંત્રી રહેલ નડ્ડાને બીજા કાર્યકાળમાં મોદી મંત્રિમંડળમાં સામેલ ન કર્યા બાદથી જ એમ માનવામાં આવી રહ્યું હતું કે તેમને સંગઠનમાં મોટું પદ આપવામાં આવી શકે છે. તેમનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ સામે આવી રહ્યું હતું કેમ કે ભાજપમાં મંત્રી બનાવ્યા બાદ અધ્યક્ષ પદ છોડી દેવાની પરંપરા રહી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહને નવી સરકારમાં ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા. જો કે અમિત શાહ આગામી 6 મહિના સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર બન્યા રહેશે. તેમની સાથે જ જેપી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે.
આ પણ વાંચો- સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, પોતાના નામમાં ગુરુનું નામ સામેલ કર્યું હતું












Click it and Unblock the Notifications
