આસારામ કેસ: જજને મળ્યો ધમકીભર્યો પત્ર
જોધપુર, 27 સપ્ટેમ્બર: 16 વર્ષની કિશોર છોકરી સાથે શારિરીક શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામની મુશ્કેલીઓ વધતી જાય છે. એક તરફ તેમની સૌથી મહત્વપૂર્ણ રાજદાર શિલ્પીની ધરપકડથી કેટલાક વધુ રહસ્યો પરથી પડદો ઉઠવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ આસારામના એક ભક્તે ધમકી ભર્યો પત્ર મોકલ્યો છે. આસારામ બાપુના ભક્તે ધમકીભર્યો પત્ર જજનો મોકલ્યો છે જે આસારામના કેસની સુનાવણી કરી રહ્યાં છે.
ટીવી રિપોર્ટનું માનીએ તો સેશન જજ મનોજ કુમાર વ્યાસને કર્ણાટકથી એક ધમકીભરી ચિઠ્ઠી મળી છે. તે ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે જો તેને આસારામ બાપુને ખોટા ગણાવ્યા તો તેનું પરિણામ ભોગવવું પડશે. આ ચિઠ્ઠી કર્ણાટકના ગુલબર્ગથી મોકલવામાં આવી છે. જજે આ ચિઠ્ઠી જોધપુર પોલીસને સોંપી દિધી છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરી લીધો છે અને ચિઠ્ઠી મોકલનારની તપાસમાં લાગી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે આસારામ બાપુએ ખાવા પીવાનું છોડી દેવાની ધમકી આપી છે. જેલમાં મળવા પહોંચેલા તેમના પુત્ર નારાયણ સાંઇ અને અન્ય સંતો સાથે આસારામે વાત કહી. આસારામે કહ્યું હતું કે જો તેમને વધુ થોડા દિવસો જેલમાં રહેવું પડશે તો તે અન્ન જળનો ત્યાગ કરશે. આસારામ જેલમાં બંધ થયા બાદ પ્રથમ વાર જોધપુર પહોંચેલા નારાયણ સાંઇએ લગભગ એક કલાક સુધી પિતા સાથે મુલાકાત કરી.












Click it and Unblock the Notifications
