Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દેવપોઢી એકાદશીએ વડોદરામાં વિઠ્ઠલનાથજીની 206મી રથયાત્રા નીકળી

દેવપોઢી એકાદશીએ વડોદરામાં વિઠ્ઠલનાથજીની 206મી રથયાત્રા નીકળી

દેવપોઢી એકાદશીન દિવસથી ચાર્તુમાસ તેમજ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરામાં ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરથી દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાજીનો 206 મો વરઘોડો ઉત્સાહભેર નીકળ્યો હતો. આ રથયાત્રામાં પ્રથમવાર નાસિકના પૂનેરી ઢોલ સાથે યોજાયેલી ભગવાનની આ ઐતિહાસિક શોભાયાત્રાએ શહેરીજનોમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું હતું. ચાંદીના રથમાં આરૂઢ થઇને નગરજનોને દર્શન આપવા નીકળેલા ભગવાનના રથને ખેંચવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં. વડોદરામાં વર્ષોથી ભગવાન દેવપોઢી એકાદશીના દિવે નગરચર્યાએ નીકળવાની પરંપરા છે

પીઆઇ દિવ્યા ભૂર્ગભમાં, હાઇફાઇ બ્યુટી પાર્લરથી લેતા હતા હપ્તા

પીઆઇ દિવ્યા ભૂર્ગભમાં, હાઇફાઇ બ્યુટી પાર્લરથી લેતા હતા હપ્તા

એસીબીએ પકડાયેલી કોન્સ્ટેબલોએ જણાવ્યું હતું કે દિવ્યા રાવિયા અમદાવાદના હાઇફાઈ બ્યુટી પાર્લર પાસેથી હપ્તા લેતા હતા. ઉલ્લેખનીય છે કે ઘરેલુ હિંસા અને દુષ્કર્મની અરજીમાં ફરિયાદ ન નોંધવા માટે રૂ. 7 લાખની લાંચના કેસમાં પીઆઈ દિવ્યા રવિયા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા કોન્સ્ટેબલ રમીલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પીઆઈ દિવ્યા રવિયા અમદાવાદના તમામ હાઈફાઈ બ્યુટીપાર્લરમાંથી હપ્તા લેતા હતા. જ્યારે આ હપ્તા લેવાનું અને પીઆઈ પાસે પહોચાડવાનું કામ માટે એક ખાસ માણસને દિવ્યા રવિયાએ રાખ્યો હતો.

અરુણાચલ પ્રદેશ: પેમા ખાંડૂ થશે નવા સીએમ

અરુણાચલ પ્રદેશ: પેમા ખાંડૂ થશે નવા સીએમ

અરુણાચલ પ્રદેશમાં શનિવારે ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી નબામ તુકીએ રાજ્યપાલને રાજીનામું આપી દીધું. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ બપોરે 1 વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો હતો. જે મુજબ કોંગ્રેસના પેમા ખાંડૂ અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. તેમને 45 વિધાયકોનું સમર્થન છે.

10 વર્ષ પછી પીએમએ કરી મુખ્યમંત્રીઓ સાથે બેઠક, આનંદીબેન પણ હાજર

10 વર્ષ પછી પીએમએ કરી મુખ્યમંત્રીઓ સાથે બેઠક, આનંદીબેન પણ હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરાજ્ય પરિષદની એક બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીઓ સમેત અનેક રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આંતરિક સુરક્ષાથી લઇને શિક્ષા અને સાર્વજનિક સેવા માટે આધારના ઉપયોગ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મોદીએ કહ્યું હતું કે દેશના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યોનું ખભેથી ખભો મેળવીને ચાલવું જરૂરી છે.

પેટ્રોલના ભાવ પડ્યા, પેટ્રોલ 2.25 રૂપિયા અને ડિઝલ 42 પૈસા સસ્તુ

પેટ્રોલના ભાવ પડ્યા, પેટ્રોલ 2.25 રૂપિયા અને ડિઝલ 42 પૈસા સસ્તુ

સરકારે આ મહિનામાં બીજી વાર પેટ્રોલ અને ડિઝલના ભાવો ઓછા કર્યા છે. જે મુજબ પેટ્રોલના ભાવ 2.25 રૂપિયાનો ધટાડો થયો છે અને ડિઝલમાં 42 પૈસાનો ધટાડો કરવામાં આવ્યો છે. કાચા તેલના ભાવ પડતા તેલની કંપનીઓએ ગ્રાહકોને રાહત આપવા માટે આ પગલા લીધા છે.

કાશ્મીરમાં સાત દિવસથી છે કર્ફ્યૂ, હિંસામાં વધુ 3ની મોત

કાશ્મીરમાં સાત દિવસથી છે કર્ફ્યૂ, હિંસામાં વધુ 3ની મોત

શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પાછલા 7 દિવસથી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં ત્યાં આગચાંપી, પથરાવ અને હિંસક અથડામણો બંધ થવાનું નામ નથી લઇ રહી છે. આ દરમિયાન અન્ય ત્રણ પ્રદર્શનકારીઓની મોત થઇ ગઇ છે. એક યુવક કુપવાડામાં પોલિસ ફાયરિંગમાં મૃત્યુ પામ્યો છે. તો અન્ય એક યુવક કુલગામમાં હાથમાં વિસ્ફોટ પદાર્થ ફાટવાના કારણે મૃત્યુ પામ્યો છે. જેના કારણે મૃતકોની સંખ્યા 43 સુધી પહોંચી છે.

હોસ્પિટલના કલાર્કે ખોટા બિલ બનાવી 1 કરોડથી વધુની ઉચાપત કરી

હોસ્પિટલના કલાર્કે ખોટા બિલ બનાવી 1 કરોડથી વધુની ઉચાપત કરી

જામનગરની જી.જી.હોસ્પિટલના વહીવટી વિભાગમાં સિનિયર ક્લાર્કની ફરજ બજાવતા કર્મચારીએ સવા બે વર્ષમાં ખોટા નામના પગાર બિલ તૈયાર કરી ભૂતિયા કર્મચારીના નામના બેંકપત્રક ગુમ કરી રૂપિયા 1 કરોડ 30 લાખની સરકારી નાણાંની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોધાતા ભારે ચકચાર મચી ગઈ છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં વહીવટ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે એ. પી. સોનગરા ફરજ બજાવતો હતો. તેણે જી. જી. હોસ્પિટલ 2012 થી 2015 દરમ્યાન પગાર બિલમાં ગોટાળા કર્યા હતા. આ મુદ્દે જી. જી. હોસ્પિટલમાં વહીવટી અધિકારીએ પોલીસમાં એફ. આઈ. આર. નોધાવતા પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X