Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંસદમાં દલિત અત્યાચારની ચર્ચા દરમિયાન ઉંઘી રહ્યા હતા રાહુલ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સંસદમાં દલિત અત્યાચારની ચર્ચા દરમિયાન ઉંઘી રહ્યો હતો રાહુલ

સંસદમાં દલિત અત્યાચારની ચર્ચા દરમિયાન ઉંઘી રહ્યો હતો રાહુલ

ગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે સતત ત્રીજા દિવસે સંસદનો માહોલ ગરમ રહ્યો હતો. અંગે રાજનાથ સિંહ નીવેદન આપી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી નીંદ્રા માણી રહ્યા હતા. અત્યાચારને પગલે પીએમ મોદીને પણ આગાત લાગ્યો છે. ગુજરાત સરકારે પીડિતના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી.

ઉનાકાંડના પડઘા સંસદમાં, 10મિનિટ માટે રાજ્યસભા સ્થગિત

ઉનાકાંડના પડઘા સંસદમાં, 10મિનિટ માટે રાજ્યસભા સ્થગિત

ગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના પડઘા સંસદમાં પણ પડ્યા છે. વિપક્ષે આ મુદ્દો ઉઠાવતાં રાજ્યસભા અને લોકસભામાં હંગામો થયો હતો. જેને કારણે 10 મિનિટ માટે રાજ્યસભા સ્થગિત કરી દેવામાં આવી હતી.

પૂર્વ ભારતીય હૉકી કેપ્ટનનું નિધન

પૂર્વ ભારતીય હૉકી કેપ્ટનનું નિધન

ભૂતપૂર્વ ભારતીય હૉકી ટીમના કેપ્ટન મોહમ્મદ શાહિદે અંતિમ શ્વાસ લીધા. લાંબી બિમારી બાદ ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું. મોહમ્મદ શાહિદે સતત ત્રણ ઑલિમ્પિક 1980, 1984 અને 1988માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ગૂગલે ફરી મોદીને ગણાવ્યા ક્રિમિનલ

ગૂગલે ફરી મોદીને ગણાવ્યા ક્રિમિનલ

ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-10 ક્રિમિનલ્સની લિસ્ટમાં ફરીવાર મોદીની તસ્વીર જોવા મળી. આ મામલે અલ્હાબાદ કોર્ટે ગૂગલના સીઇઓ અને ઇન્ડિયા હેડને આ મામલે નોટિસ ફટકારી છે. ગૂગલના અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવા આદેશ અપાયો છે. આ મામલે 31મી ઑગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.

ફિલ્મ 'XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'નું ટ્રેલર રિલીઝ

ફિલ્મ 'XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'નું ટ્રેલર રિલીઝ

દીપિકા પાદુકોણેની પહેલી હોલિવૂડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજનું ટ્રેલર રિલીઝ થઈ ગયું. આ ફિલ્મમાં દીપિકા સેરેના ઉનેગેરની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મમાં દીપિકા ધમાકેદાર એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે, વિન ડીઝલ, રુબી રોઝ, નીના ડેબરેવ મુખ્ય પાત્રોમાં છે.

ભારતના IS સંચાલકોએ નક્સલીઓ પાસેથી ટ્રેનિંગ લીધી હતી

ભારતના IS સંચાલકોએ નક્સલીઓ પાસેથી ટ્રેનિંગ લીધી હતી

ઇસ્લામિક સ્ટેટ પણ નક્સલીઓની જેમ ભારતમાં બેઝ બનાવવા માગે છે. NIA દ્વારા નવી દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટમાં આ અંગે ઉલ્લેખ છે. આઇએસના શકમંદોએ ભારતમાં બેઝ નાખવા માટે સંચાલન અને આતંક મચાવવાની તરકીબોની ટ્રેનિંગ લીધી હતી.

પહેલી વખત ભારતીય યુવકને મળ્યું મિ. વર્લ્ડનું ટાઇટલ

પહેલી વખત ભારતીય યુવકને મળ્યું મિ. વર્લ્ડનું ટાઇટલ

યુ.કેના સાઉથ પોર્ટના ફ્લોરલ હોલમાં મિસ્ટર વર્લ્ડની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં હૈદરાબાદના રોહિત ખંડેલવાલે 47 સ્પર્ધકોને પછાડી મિસ્ટર વર્લ્ડ 2016નું ટાઇટલ જીતી લીધું છે. સ્પર્ધા જીતવા પર રોહિતને 50 હજાર ડૉલરની પ્રાઇઝ મની આપવામાં આવી છે.

કાશ્મીરઃ ન્યૂઝ પેપર માલિકો અને તંત્રીઓનો વિરોધ, છાપુ બહાર ના પાડ્યું

કાશ્મીરઃ ન્યૂઝ પેપર માલિકો અને તંત્રીઓનો વિરોધ, છાપુ બહાર ના પાડ્યું

આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરનું વાતાવરણ તંગ બન્યું હતું. જેના પગલે છેલ્લા 12 દિવસથી કાશ્મીરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું હતું. હિંસાને કાબુમાં લેવા માટે ન્યુઝ પેપર પ્રકાશિત કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. જો કે આજે મંજૂરી મળવા છતાં તંત્રીઓએ છાપું બહાર ન પાડી સરકારનો વિરોધ કર્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X