Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્રિય કર્મચારીઓએ માટે સારા સમાચાર મળશે પુરું એરિયર્સ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પુણેમાં 13 માળની ઇમારતનો એક ભાગ પડતા 9 લોકોની મોત

પુણેમાં 13 માળની ઇમારતનો એક ભાગ પડતા 9 લોકોની મોત

પુણેમાં નિર્માણધીન બિલ્ડિંગનો એક ભાગ પડતા 9 લોકોની મોત થઇ છે. બાલેવાડી વિસ્તારમાં આવેલ "પ્રાઇડ એક્સપ્રેસ" નામની 13 માળની બિલ્ડિંગનો ઉપરનો એક ભાગ પડતા 9 મજૂરો દબાઇ મર્યા હતા.

મંગળવારે GST રાજ્યસભામાં રજૂ થવાની શક્યાતા

મંગળવારે GST રાજ્યસભામાં રજૂ થવાની શક્યાતા

જીએસટી બિલ આવનારા મંગળવારે રાજ્યસભામાં રજૂ થઇ શકે છે. નોંધનીય છે કે આ બિલને પસાર કરવા માટે પાછલા કેટલાય સમયથી કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. પણ વિપક્ષ અને સરકાર વચ્ચેના ગતિરોધના કારણે આ બિલને રજૂ નથી કરાઇ શકાયું.

ભારે વરસાદ બન્યો મસૂબત, રાજનાથ સિંહ કરશે અસમનો પ્રવાસ

ભારે વરસાદ બન્યો મસૂબત, રાજનાથ સિંહ કરશે અસમનો પ્રવાસ

ભારતના પૂર્વોત્તર રાજ્યમાં થઇ રહેલો ભારે વરસાદ હવે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. સામાન્ય જનજીવન જ્યાં આનાથી ત્રસ્ત થઇ રહ્યું છે ત્યારે અસમ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિએ પરિસ્થિતિ બગાડી છે. ત્યારે પૂરની સ્થિતિ તપાસવા ગૃહપ્રધાન રાજનાથ સિંહ અસમના પ્રવાસ કરશે.

ઝાકિર નાઇકે અરનબ ગોસ્વામી પર માનહાનિનો 500 કરોડનો કેસ કર્યો

ઝાકિર નાઇકે અરનબ ગોસ્વામી પર માનહાનિનો 500 કરોડનો કેસ કર્યો

ટાઇમ્સ નાઉના એડિટર ઇન ચીફ અરનબ ગોસ્વામી પર ઇસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાઇકે 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. અને આ અંગે નોટિસ પણ મોકલી છે. ઝાકિરના વકીલ મુજબ નોટિસમાં ચેનલ પર ધાર્મિક સમુદાયની વચ્ચે ધ્રુણા અને બદલો ફેલાવવા અને મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કેન્દ્રિય કર્મચારીઓએ માટે સારા સમાચાર મળશે પુરું એરિયર્સ

કેન્દ્રિય કર્મચારીઓએ માટે સારા સમાચાર મળશે પુરું એરિયર્સ

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે ઓગસ્ટ મહિનામાં તેમને મળશે પાછલું પૂરું એરિયર્સ. સરકારના નિર્ણય મુજબ તેમને સાતમા પગાર પંચના પગાર સમેત પૂરું એરિયર્સ મળશે. જેનાથી સરકારી કર્મચારીઓના અચ્છે દિન તો જરૂરથી આવશે તેવું લાગી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X