For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં રીક્ષા અને ટ્રક વચ્ચે કમકમાટીભર્યો અકસ્માત

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જૂનાગઢ તથા વંથલીના 42 ગામનો જૂડામાં સમાવેશને પગલે વિરોધ

જૂનાગઢ તથા વંથલીના 42 ગામનો જૂડામાં સમાવેશને પગલે વિરોધ

જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જૂનાગઢ તથા વંથલી તાલુકાના 42 ગામોનો 'જૂડા' માં સમાવેશ કરી દેવાયો હતો. આ મામલે ગ્રામજનોને તેમજ પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવાયા નથી. 'જૂડા' માં સમાવેશ કરાયા બાદ પણ શહેરી વિકાસ સતા મંડળ પાસે આ અંગેની કોઈ માહિતી નથી આપી ત્યારે ''જૂડા' માં સમાવેશ ગામના લોકોને હાલ વીજબીલ પણ શહેરી વિસ્તારના દર મુજબ ભરપાઈ કરવું પડે છે. સરકારની વિવિધ જેથી 6500 વાંધા અરજીઓ આપવામાં આવી છે. અને આ મુદ્દે 41 ગામનો લોકોએ ફરી જીલ્લાના પ્રભારી મંત્રીને રજૂઆત કરીને જુડા નાબુદ કરવાની માંગણી કરી હતી.

 7.42 કરોડના ખર્ચે સુદામાસેતુનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ

7.42 કરોડના ખર્ચે સુદામાસેતુનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પંચનંદન તીર્થ સુધી જવા માટે સુદામા સેતુનું લોકાર્પણ મુખ્યમંત્રી આનંદીબહેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુલ 7.42 કરોડના ખર્ચે તૈયાર થયો છે.
સુદામા સેતુનું નિર્માણ ગોમતીઘાટ અને પાંડવો સાથે જોડાયેલા પંચનદતીર્થને જોડવા માટે થયું છે. પંચનદ તીર્થ પર દરિયાની વચ્ચે મીઠાના પાણીની પાંચ કુઈ આવેલી છે . દ્વારકામાં સુદામા સેતુનું નિર્માણ ગુજરાત સરકાર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પીપીપી મોડલના ધોરણે કરવામાં આવ્યું છે. સુદામા સેતુના નિર્માણના બાંધકામ સામે અનેક પડકારો હતા પરંતુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એન્જિનિયર્સે કપરા પડકારોને ઝીલીને આ પુલનું નિર્માણ કર્યું હતુ.

અમરેલીમાં રીક્ષા અને ટ્રક વચ્ચે કમકમાટીભર્યો અકસ્માત

અમરેલીમાં રીક્ષા અને ટ્રક વચ્ચે કમકમાટીભર્યો અકસ્માત

અમરેલી જિલ્લાના ચાવંડ અને લાઠી વચ્ચે છકડો રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને છકડા રિક્ષા વચ્ચેનો અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે પાંચ જેટલા લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.વિગત અનુસાર અમરેલી અને જામબરવાળામા રહેતા દેવીપૂજક પરિવારો છકડો રિક્ષામા બેસી જામબરવાળા તરફ જવા નીકળ્યાં હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

માછલી પકડવા ગયેલા યુવકના હાથ ફાટ્યો ડિટોનેટર

માછલી પકડવા ગયેલા યુવકના હાથ ફાટ્યો ડિટોનેટર

અતુલ નામનો યુવક બારડોલી વ્યારા પાસે આવેલી મિંઢોળા નદીમાં ડિટોનેટર બ્લાસ્ટ કરી માછલા પકડતો હતો. રવિવારે મોડી સાંજે તે એકલો જ માછલી પકડવા ડિટોનેટર સાથે ગયો હતો જોકે અચાનક જ તેના હાથમાં રહેલો ડિટોનેટર ફૂટી જતા અતુલના હાથના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ડિટોનેટર બ્લાસ્ટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. જેન સાંભળીને આસપાસના મજૂરો પણ દોડી આવ્યા હતા અને અતુલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે તેના હાથની પરિસ્થિતિ સાવ જ વણસી હોવાથી તેના બન્ને હાથ કાપી નાખવા પડ્યા હતા.

રાજકોટમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી

રાજકોટમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી

રાજકોટમાં આજે સવારથી જ 40 કિલોમીટરની ઝડપે ધૂળની ડમરીઓ ઉડાડતો પવન ફૂંકાવા લાગ્યો છે તેમજ કાળા ડિંબાગ વરસાદી વાદળો જોવા મળતા લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો. રાજકોટમાં વરસાદના છાંટા પડ્યા હતા અને શહેરના 150 ફૂટ રિંગરોડ, રૂપારોડ સહિત ગોંડલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વર્ષા વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે 18થી 20 જુન દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે.

બહુચરાજીમાં આવેલી પુષ્પાવતી નદીમાંથી મળી આવી પ્રાચીન મૂર્તિઓ

બહુચરાજીમાં આવેલી પુષ્પાવતી નદીમાંથી મળી આવી પ્રાચીન મૂર્તિઓ

હુચરાજી તાલુકાના મહાદેવપુરા ગામ નજીક આવેલી પુષ્પાવતી નદીમાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવતાં આસપાસમાં ભારે કુતૂહલ સર્જાયુ છે. અહીં નજીકમાં જ સ્વયભૂ એક હજાર વર્ષ જૂનું મહાદેવનું શિવલિંગ આવેલું છે. અને પાણી ખેચવાના સમય દરમિયાન શંકર પાર્વતી તથા વિષ્ણુની પ્રાચીન મૂર્તિઓ મળી આવતા મોટી સંખ્યામાં લોકો આ મૂર્તિઓના દર્શન માટે ઉમટી પડ્યા છે. હવે પુરાત્ત્વ વિભાગ દ્વારા તપાસ કરીને જણાવવામાં આવશે કે આ મૂર્તિઓ કેટલી પ્રાચીન છે.

આઝાદીના સાત દાયકા બાદ ઝળહળી ઉઠયો શિયાળબેટ

આઝાદીના સાત દાયકા બાદ ઝળહળી ઉઠયો શિયાળબેટ

આઝાદીના સાત દાયકા બાદ પણ જાફરાબાદ પાસે આવેલા શિયાળબેટ વીજળીથી વંચિત હતો તેમાં તારીખ 11ના રોજ ઐતિહાસિક ઘટના ઘટી હતી અને શિયાળ બેટ વીજળીથી ઝળહળી ઉઠ્યો હતો. રૂપિયા 19 કરોડના ખર્ચે દરિયાના પેટાળમાં મરીન કેબલ નંખાયા બાદ શિયાળ બેટમાં વીજળી પહોંચાડવાનું કામ સરળ બન્યુ હતું. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રીમોટનું બટન દબાવતા જ છેવટે સાત દાયકા બાદ શિયાળબેટપર વિજળી પહોંચી હતી. શિયાળ બેટમાં એક તરફ વીજળી મળી તેમજ આટલા વર્ષોમાં પહેલી વાર કોઈ મુખ્યમંત્રી આવતા હોવાથી અહીં જાણે તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. શિયાળ બેટમાં વીજળી પહોંચાડવાની સાથે સાથે રાજુલા જાફરાબાદ રૂપિયા 47.76 કરોડના વિવિધ વિકાસ કામોનું લોઠપુર ગામેથી લોકાર્પણ કર્યું હતું.

6 દિવસ આફ્રિકી યાત્રા હેઠળ ઘાના પહોંચ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

6 દિવસ આફ્રિકી યાત્રા હેઠળ ઘાના પહોંચ્યા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

આફ્રિકી દેશોના વિદેશ પ્રવાસ પર નીકળેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ઘાના પહોંચ્યા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધાનાના કોટોકા આંતરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર ત્યાંના ઉપરાષ્ટ્રપતિ કવેસી આમીશાહા આર્થરે પ્રણવજીનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પ્રણવ મુખર્જી 12 જૂનથી 17 જૂન સુધી 6 દિવસ માટે આઇવરી કોસ્ટ અને નામીબિયા જશે.

મોદીએ ચંદ્રશેખર આઝાદ પાર્કમાં પહોંચી બધાને ચોંકાવી દીધા

મોદીએ ચંદ્રશેખર આઝાદ પાર્કમાં પહોંચી બધાને ચોંકાવી દીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે અલ્હાબાદ ખાતે કાર્યકારિણીની બેઠક હતી. જો કે બેઠકમાં જતા પહેલા તે ચંદ્રશેખર આઝાદ પાર્ક ગયા હતા. જ્યાં તેમણે ચંદ્રશેખર આઝાદની પ્રતિભા પર ફૂલ ચઢાવ્યા. નોંધનીય છે કે તેમના કાર્યક્રમમાં ક્યાંય આ મુલાકાત વિષે કહેવામાં નહતું આવ્યું. ત્યારે અચાનક જ આ પાર્કમાં તેમની હાજરી જોઇને લોકો આશ્ચર્યચક્તિ થઇ ગયા.

પંજાબ સરકારના કુશાસનને બતાવે છે ઉડતા પંજાબ: રાહુલ

પંજાબ સરકારના કુશાસનને બતાવે છે ઉડતા પંજાબ: રાહુલ

કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબમાં ડ્રગ્સ વિરોધી રેલીને સંબોધિત કરવાની સાથે જ 2017માં થનારા પંજાબ વિધાનસભાની ચૂંટણી પર પણ પોતાનું નિશાન સાંધતા કહ્યું હતું કે ડ્રગની આ સમસ્યાને સ્વયં અકાલી દળથી સંરક્ષણ પ્રાપ્ત છે. ઉડતા પંજાબ જેવી ફિલ્મો પર બેન બતાવે છે કે સચ્ચાઇને સામે નથી આવવા દેવા માંગતા.

જોધપુરમાં રહેણાંક વિસ્તાર પર પડ્યું મિગ-27 વિમાન

જોધપુરમાં રહેણાંક વિસ્તાર પર પડ્યું મિગ-27 વિમાન

રાજસ્થાનના જોધપુરમાં વાયુસેનાનું મિગ 27 વિમાન દુર્ધટનાગ્રસ્ત થયું છે. કુડી ભગતસની નામના રહેણાંક વિસ્તારમાં પડેલ આ વિમાનના કારણે બે ઘરોને મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે. જો કે કોઇ જાનહાનિ નથી થઇ. અને પાયલોટ પણ સહીસલામત છે. જો કે વાયુસેનાએ આ અંગે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપી દીધો છે.

English summary
June 13 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X