Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝરખે હુમલો કરતા ત્રણ યુવાનો ઘાયલ, એકની આંખ ખેંચી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઝરખે હુમલો કરતા ત્રણ યુવાનો ઘાયલ, એકની આંખ ખેંચી

ઝરખે હુમલો કરતા ત્રણ યુવાનો ઘાયલ, એકની આંખ ખેંચી

તરસાડી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચિશ્તી નગરમાં ઘરની બહાર ચાર યુવકો સૂતા હતાં. તે દરમિયાન વહેલી સવારે અંદાજે પાંચેક વાગ્યાની આસપાસ ગાઢ નિંદરમાં સૂતેલા ચારેય યુવકો પર ઝરખ જેવા દેખાતા જંગલી પ્રાણીએ હુમલો કર્યો હતો. અને ચારેય જણને બચકાં ભરી લીધા હતાં. જેમાં એક બાળકને માથાના ભાગે બચકું ભર્યું હતું. તથા 19 વર્ષના યુવકને કપાળના ભાગે બચકું ભરી આંખ બહાર કાઢી નાખી હતી. તેમજ એક 13 વર્ષના યુવકના ડાબા હાથના ભાગે બચકું ભર્યું હતું. તો અન્ય એક યુવકની આંગળી કાપી નાખી હતી. ઝરખે બચકાં ભર્યા હોવાની વાતથી હાલ તરસાડી સહિત કોસંબામાં ડરનો માહોલ પેદા થયો છે.

ધોરાજીમાં પાણી મુદ્દે રાદડિયાને પ્રશ્નો કરતા પોસ્ટર લાગ્યા

ધોરાજીમાં પાણી મુદ્દે રાદડિયાને પ્રશ્નો કરતા પોસ્ટર લાગ્યા

ધોરાજીના નગરજનોને પાલિકા દ્વારા દુધીવદર ગામે આવેલા ફોફળ ડેમનું શુધ્ધ પીવાનું પાણી આપવામાં આવતું હતું. હાલમાં પાણીની ગંભીર કટોકટી સર્જાતાં અને પાણીની વિતરણ વ્યવસ્થા પૂર્વવત જાળવી રાખવા માટે ફોફળનું પાણી ઉપાડવાનું બંધ કરીને લોકોને ભાદર 2 ડેમનું પાણી ફિલ્ટર કરીને આપવાનું શરૂ કરી દીધું હતું. આથી લોકોમાં ભારે રોષની લાગણી ફરી વળી હતી. લોકોએ સ્થાનિક નગરસેવકોને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી ધોરાજી શહેરના નગરજનોની સાથે ભર ઉનાળે જ રાજકીય રમત શરૂ કરી દેવાઇ હતી. પીવા માટે ડેમના બદલે ભાદર 2 ડેમનું દુષિત પાણી આપી દેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ભાદર 2 ડેમમાં જેતપુરના સાડીના ઘાટનું કેમિકલયુક્ત પાણી ભળતું હોય છે. આથી લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો

યોગ દિવસ માટે અમદાવાદની પ્રસિદ્ધ એનઆઇડીના કોશ્ચ્યૂમની પસંદગી

યોગ દિવસ માટે અમદાવાદની પ્રસિદ્ધ એનઆઇડીના કોશ્ચ્યૂમની પસંદગી

અમદાવાનદમાં વિશ્વપ્રસિદ્ધ ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ આવેલી છે તેમજ એનઆઇડી ગાંધીનગર ખાતે પણ આવેલું છે એનઆઇડી એપરલ ડિઝાઇન ડિસિપ્લિન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોગ વેરની ઇન્ટરનેશનલ યોગા ડે માટે પસંદગી થવા પામી છે. કેન્દ્રીય આયુષ મંત્રાલયે આ ડીઝાઈન પસંદ કરતા દેશ-વિદેશમાં યોગ દિન નિમિત્તે હવે આ ડિઝાઈન જોવા મળશે. એનઆઇડી દ્વારા યોગા ડે માટે ખાસ 8 પ્રકારની યોગ માટે પહેરી શકાય તેવા ટ્રેક તથા આસનોની ડિઝાઇન કેન્દ્ર સરકારનાં આયુષ મંત્રાલયને મોકલવામાં આવી હતી. જેમાંથી મંત્રાલય દ્વારા 2 ડિઝાઇન પસંદ કરવામાં આવી છે.

 ગીર સોમનાથમાં ચોમાસાના આગમન પહેલા તંત્ર થયું સાબદું

ગીર સોમનાથમાં ચોમાસાના આગમન પહેલા તંત્ર થયું સાબદું

ગીર સોમનાથ જીલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામા આવી છે. મામલતદાર, સિંચાઇ ,ફિશરીઝ, બંદર , જીઇબી સહિતમાં કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ ફિશરીઝ વિભાગે 100 જેટલા તરવૈયાની તથા માછીમાર આગેવાનોની યાદી તૈયાર કરી છે અને દરિયા કાંઠાના 58 ગામોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જીલ્લા કલેકટર ડો. અજય કુમાર દ્વારા તાજેતરમા જ દરેક ખાતાના અધિકારીઓની ચોમાસા દરમિયાન સજાગ રહેવા અને તાકીદ સાથે દરેક ખાતાને જરૂરી સૂચના આપવામાં આવી છે.

ચોમાસાના પગલે માછીમારી પર પ્રતિબંધ

ચોમાસાના પગલે માછીમારી પર પ્રતિબંધ

ચોમાસાને ધ્યાનમાં રાખીને માછીમારી વિભાગે તારીખ 10 મી જૂન -2016 થી તારીખ 15 મી ઓગસ્ટ -2016 સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે જેનુ જાહેરનામું પણ પ્રસિધ્ધ કરી દેવામા આવ્યું છે. અને આ અંગે સ્થાનિક માછીમારોને સૂચના આપવામાં આવી છે.

અજમેરથી પરત આવતા મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માત

અજમેરથી પરત આવતા મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માત

મોરબીનો મુસ્લિમ પરિવાર અજમેર ખાતે ગરીબનવાઝની છઠ્ઠીના પ્રસંગે જઇન પરત ફરતો હતો ત્યારે સોમવારે બપોરે હળવદ તાલુકાના કોયબાના પાટીયા નજીક વિસામો હોટલ પાસે માળીયા જતાં ટ્રકની પાછળ છોટાહાથી ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 35 વર્ષનાં સાહેદાબેન અને અઢી વર્ષની તેમની પુત્રી જેનલબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું. જ્યારે 41 વર્ષના યુસુફભાઈ તરિયા, 10 વર્ષના અમિનાબેન કાજી તેમજ 13 વર્ષના આયેસાબેન ગુલાબનબી કાજીને ઇજાઓ પહોંચી હતી.

એક સાથે 15 સિંહ જોવા મળતા ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓ ખુશખુશાલ

એક સાથે 15 સિંહ જોવા મળતા ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓ ખુશખુશાલ

રાજુલાના કાતર ગામની સીમમાં એકસાથે 15 જેટલા સાવજો જોવા મળ્યા હતા. સાવજોનું ટોળું મારણ કરેલી ગાયની આસપાસ જમા થયુ હતું. આ સિંહો પૈકી 11 સિંહ બાળ અને 4 માદા સિંહનો હોવાનું બહાર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં તેમજ આસપાસના ગ્રામજનોમાં પણ ભારે હર્ષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનય છે કે થોડા દિવસ અગાઉ પણ નવ સિંહો એક સાથે પાણી પીતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં સિંહોને કનડગત ન હોવાથી તેઓ નિર્ભ્ય થઈને આ વિસ્તારમાં અવારનવાર ફરતા જોવા મળતા હોય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X