Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતા પતિએ કેરોસની છાંટીને સળગાવી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિનશેની 100 કરોડથી વધુની સંપત્તિના વ્યવહારો કરાયા સ્થગિત

દિનશેની 100 કરોડથી વધુની સંપત્તિના વ્યવહારો કરાયા સ્થગિત

વાઘોડિયા તાલુકા પંચાયતના ઇજનેર દિનેશ કિકાણીની કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ એસીબીની તપાસમાં બહાર આવ્યા બાદ તેની સામે ગુનો દાખલ કરી દિનેશ કિકાણીની વધુ પ્રોપર્ટી શોધવામાં આવી રહી છે. આ તમામ પ્રોપર્ટી કે જેમાં દિનેશ કિકાણીની ભાગીદારી છે તેવી પ્રોપર્ટી સાઇટો પણ સ્થગીત કરી દેવામાં આવી છે. એસીબીએ શોધી કાઢેલી દિનેશ કિકાણીની સંપત્તિની કિંમત આશરે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની થાય છે. જેને હવે તો વેચી નહીં શકે. આ દ્વારા દિનેશની સંપત્તિ પર તંત્રએ કાયદા મુજબ સંકજો કસ્યો છે.

શું પુલ લોકો માટે નહીં 36,000 નંગ દારૂની બોટલો માટે ખુલ્લો મૂકાયો છે?

શું પુલ લોકો માટે નહીં 36,000 નંગ દારૂની બોટલો માટે ખુલ્લો મૂકાયો છે?

વડોદરાના માંજલપુર, પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો વિદેશી દારૂના જથ્થાને વડસર-કલાલી પાસે બનાવવામાં આવેલા બ્રિજ પર નાશ કરવામાં આવ્યો હતો. ચાર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારુની 36,000 નંગ વિદેશી દારુની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે આ દારૂનો જ્યાં નાશ કરવામાં આવ્યો તે પુલ થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી આનંદીબહેન દ્વારા ખોલવામાં આવ્યો હતો. હજી સુધી આ બ્રિજ નાગરિકોના ઉપયોગ માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો નથી. તેના પગલે શહેરમાં ચર્ચા ઉછળી હતી કે શું આ અદ્યતન બ્રિજ દારૂના નાશ માટે જ બનાવવામાં આવ્યો છે?

 જન્મદિવસે જ વીજથાંભલાએ લીધો કિશોરના પ્રાણ

જન્મદિવસે જ વીજથાંભલાએ લીધો કિશોરના પ્રાણ

અમદાવાદના પ્રેમદરવાજા પાસે, બુધવારે વીજ કરંટથી કિશોરનું મોત નીપજતા પરિવારમાં રોષ ભભૂક્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલ રાજપૂતનું મોત નીપજ્યું છે. શનિવારે તેને વીજ કરંટ લાગ્યો હતો. રસ્તા પર સ્ટ્રિટલાઈટના છૂટા કેબલથી કરંટ લાગ્યો હતો.માધુપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિવારજનોમાં રોષ ભભૂક્યો છે. ચોમાસું આવી રહ્યું હોવાથી રાહુલ પોતાના ઘર ઉપર ચઢી પતરાની સફાઇ કરતો હતો ત્યારે ઘરને અડીને આવેલ સ્ટ્રીટ લાઇટના થાભલાને અડી જતા તેવને કરંટ લાગ્યો હતો અને તે સામા ઘરના પતરા પર ફેંકાઈ ગયો હતો. હતો. જે દિવસે રાહુલનું મૃત્યુ થયુ તે જ દિવસે તેનું મૃત્યુ થતા પરિવાર ઉંડા શોકમાં સરી પડ્યો હતો.

 પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતા પતિએ કેરોસની છાંટીને સળગાવી

પત્ની પર ચારિત્ર્યની શંકા રાખતા પતિએ કેરોસની છાંટીને સળગાવી

સુરતના લિંબાયતના પુરષોતમ નગરમાં SMCની એક મહિલા સફાઇ કામદારને પતિએ જીવતી સળગાવી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને પાડોશીઓ તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર લઇ આવતા તેણીની હાલત નાજુક છે. ચારિત્ર પર શંકા રાખી પતિએ પત્નિને સળગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શોભા નામની આ મહિલા મનપામાં સફાઈ કામ કામદાર તરીકે નોકરી કરતી હતી. જેના લગ્ન આજથી 10 વર્ષ પહેલા સુરેશ નામના યુવક સાથે થયા હતા. શંકાશીલ સ્વભાવનો કારણે આ ધટના બની હતી.

કોંગ્રેસના કોર્પોરેટરની કારે પલટી ખાતા કારમાં સવાર એકનું મોત

કોંગ્રેસના કોર્પોરેટરની કારે પલટી ખાતા કારમાં સવાર એકનું મોત

વિદ્યાનગરના જીટોડિયાના વોર્ડ નં. 13 ના કોંગ્રેસના કોર્પોરેટર કેતન બારોટ સહિત તેમના ભાઈ દિપક બારોટ, વિપુલ પટેલ, હાર્દિક મહેતા, અજય ચાવડા પૂરપાટ ઝડપે વિદ્યાનગરથી આણંદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે અચાનક ગાય આડી આવી જતા પંચાલ હોલ વિસ્તાર પાસે કારચાલકે કાબુ ગુમાવ્યો હતો. અને શોર્ટ બ્રેક મારી હતી. પરિણામે કાર સીધી વીજથાંભલા સાથે અથડાઈને ત્રણ વાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં પાછળ બેઠેલા 22 વર્ષીય વિપુલભાઈ દિનેશભાઈ પટેલનું માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 જો મુખ્યમંત્રીનું કોઈ સાભળતું ન હોય તો તે રાજીનામું આપેઃ શંકરસિંહ વાઘેલા

જો મુખ્યમંત્રીનું કોઈ સાભળતું ન હોય તો તે રાજીનામું આપેઃ શંકરસિંહ વાઘેલા

વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને મુખ્યમંત્રી આનંદીબહેન તરફ નિશાન સાધતા કહ્યું હતું કે જો તંત્ર મુખ્યમંત્રીને ગાંઠતું ન હોય તો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીને પગલે જાગૃત થયેલી કોંગ્રેસ લોકદરબાર યોજી રહી છે રાજ્યમાં કોંગ્રેસે યોજેલા 15 લોકદરબારોમાં સૌથી વધુ સમસ્યા શિક્ષણને લઇને સામે આવી હતી. આથી વિપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને રાજ્ય 18માં ક્રમાંકે જતું રહ્યું છે. પ્રવેશોત્સવ અને ગુણોત્સવ ફક્ત ભાજપની પ્રસિદ્ધિના કાર્યક્રમો બન્યા છે. જો સીએમને તંત્ર ગાંઠતું ન હોય તો સીએમ એ રાજીનામું આપી દેવું જોઇએ તેવો દાવો વિપક્ષ નેતા શંકરસિંહે કર્યો હતો.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીર શાહે ટપાલથી મોકલ્યું રાજીનામું!

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીર શાહે ટપાલથી મોકલ્યું રાજીનામું!

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ સમીર શાહ હત્યાના આરોપસર જેલમાં હોવાથી સમીર શાહ ચેમ્બર ના પ્રમુખ પદ પરથી રાજીનામું આપે તેવી માંગ વેપારી આલમમાં ઉઠી હતી આ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સનું બોર્ડ મળ્યું હતું તેમાં પણ સર્વાનુમતે સમીર શાહ રાજીનામું આપે તેવા સૂર સાથે ચેમ્બરના બે ડીરેક્ટર જીતુભાઈ અદાણી અને ડાયાલાલ કેસરિયા સમીર શાહને જેલમાં મળી સંસ્થાના હિતમાં રાજીનામું આપે તેવી વાત કરી હતી. આ મુદ્દે સમીર શાહે ટપાલથી રાજીનામું મોકલ્યું હતું પરંતુ હજી સુધી ચેમ્બરને રાજીનામુ ન મળતા વિવિદ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છેકે રાજમોતી મેનેજરના હત્યાના આરોપમાં સમીર શાહ આરોપી તરીકે જેલમાં છે

 ચોરીનો આરોપસર કસ્ટડીમાં લવાયેલી મહિલાએ કસ્ટડીમાં ફાંસો ખાધો

ચોરીનો આરોપસર કસ્ટડીમાં લવાયેલી મહિલાએ કસ્ટડીમાં ફાંસો ખાધો

પોરબંદરમાં ગત રવિવારના રોજ ચોપાટી ખાતે ચીલઝડપના બે ત્રણ કેસો બન્યા હોવાથી પોલીસે આ ગુનાના છ આરોપીઓની ધરપકડ કરીને તેઓના રીમાન્ડ મેળવ્યા હતા.પોલીસે ઝડપેલા આરોપીઓમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકીની કંચન નામની મહિલા આરોપીએ ગઇકાલે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ પોતાને બાથરૂમ જવું છે તેમ કહીને ટોઇલેટમાં પોતાના સાડી વડ્ડે ગળોફાંસો ખાઈ લીધો હતો. પોલીસને આ બાબતની જાણ થતા તત્કાળ પોલીસે આ મહિલાને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ આ મહિલાને મૃત જાહેર કરી હતી.

29 વર્ષીય પ્રશાંત પટેલે કેજરીવાલની મુશ્કેલીઓ વધારી

29 વર્ષીય પ્રશાંત પટેલે કેજરીવાલની મુશ્કેલીઓ વધારી

નિયમથી વિરૂદ્ધ જઈને ધારાસભ્યોને દિલ્હી સરકારમાંથી લાભ અપાવવાના પ્રયાસ થયો હતો. જેને કારણે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોના સભ્યપદ પર ખતરો મંડરાયો છે. 29 વર્ષીય વકીલ પ્રશાંત પટેલના પ્રયાસોને કારણે આ મામલાએ જોર પકડ્યું છે. તેણે રાષ્ટ્રપતિથી માંડીને ચૂંટણી પંચના દરવાજા ખખડાવ્યા હતા.

ઉડતા પંજાબ સામે એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ઉડતા પંજાબ સામે એક NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ઉડતા પંજાબને લઇને બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પંજાબની આ સંસ્થાએ ફિલ્મની રોક લગાવવા માટે સુપ્રીમમાં અરજી કરી છે. કોર્ટે જણાવ્યું કે પહેલાં કેસ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં દાખલ થઇ જાય તે પછી જ કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ ફિલ્મ ઉડતા પંજાબ રિલીઝ થઇ રહી છે.

વિમાનમાં ધુમાડો દેખાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

વિમાનમાં ધુમાડો દેખાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

બેંગલુરૂથી રવાના થયેલ જેટ એરવેઝ વિમાનની કેબિનમાંથી આજે અચાનક ધુમાડો નીકળ્યો હતો.
ઉડાનની થોડીક જ મિનિટોમાં કેબિનમાંથી ધુમાડો નીકળતાં વિમાનને ફરી બેંગ્લોર એપોર્ટ પર લવાયું હતું.
જેટ એરવેઝની ફ્લાઈટ 9W 2839 માં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષિત છે.

Flipkart પર પ્રોડક્ટ્સ નહીં વેચે વેન્ડર્સ

Flipkart પર પ્રોડક્ટ્સ નહીં વેચે વેન્ડર્સ

દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની મુસીબતો વધતી નજરે પડી રહી છે. પ્રોડક્ટ રિટર્ન પોલીસીમાં ફેરફારથી ભડકેલા સેલર્સે ફ્લિપકાર્ટ પર પ્રોડક્ટ્સ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. સેલર્સનો આરોપ છે કે ફ્લિપકાર્ટની સતત બદલાતી પોલીસીથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. ફ્લિપકાર્ટ પાસે 90,000 સેલર્સ છે.

ધાર્મિક જગ્યામાં ચેડા કરવાના મુદ્દે જમ્મુમાં હિંસક પ્રદર્શન

ધાર્મિક જગ્યામાં ચેડા કરવાના મુદ્દે જમ્મુમાં હિંસક પ્રદર્શન

જમ્મુના જાનીપુર વિસ્તાર તણાવગ્રસ્ત છે. ગત રાત્રે ધર્મસ્થળ સાથે કથિત રૂપમાં ફેરફાર બાદ લોકોએ આરોપીને સોંપી દેવાની માગ કરી છે.આ દરમિયાન વિસ્તારમાં આગચંપી અને પથ્થરમારો થયો હતો. મોડી રાત્રે પ્રશાસને મોબાઈલ ઈંટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X