Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુલબર્ગના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની ચર્ચા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગુજરાત સરકાર 31 સીનિયર IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકાર 31 સીનિયર IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકાર દ્વારા બહુ લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રાજ્યનાં 31 સીનિયર IAS અધિકારીઓની બદલી કરી દીધી છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા બુધવારે બપોરે જ આ સામૂહિક બદલીના સત્તાવાર આદેશ બહાર પાડી દેવામાં આવ્યા હતા. આ બદલીઓમાં અમદાવાદનાં મ્યુનિ. કમિશનર ડી. થારાની બદલી કરી દેવાઈ છે. તેમની જગ્યાએ સર્વશિક્ષા અભિયાનમાં ફરજ બજાવતાં યુવાન એવા મુકેશકુમારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે મૂકાયા છે. કેટલાક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો હોવાથી તો અમુકની કામગીરી સાવ નબળી હોવાથી તેઓને નીચી પાયરીમાં ઉતારી દીધા હોય એવા સ્થળે ખસેડી દેવાયા છે. જમીનના સોદાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા રાજીવ ગુપ્તાની પણ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. મહેસુલ વિભાગમાં જમીન સુધારણા સચિવ વી.પી. પટેલ તેમજ ખાણ ખનીજ કમિશનર એમ. થેન્નારસન સામે ભ્રષ્ટાચારની ફરીયાદો હોવાથી પટેલને યુવા સાંસ્કૃતિક વિભાગમાં જ્યારે થૈનાસરનને મહિલા અને બાળ વિકાસમાં મોકલી દેવાયા છે.

ગુલબર્ગના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની ચર્ચા

ગુલબર્ગના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની ચર્ચા

સાબરમતી જેલમાં કેદ ગુલબર્ગના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાના અહેવાલે ભારે ચર્ચા જગાવી છે. એવા અહેવાલ છે કે સાબરમતી જેલમાં ગુલબર્ગ કેસના 22 કેદીઓને ભોજનાં કાંકરી તેમજ જંતુઓ આવી રહ્યા છે જોકે જેલ તંત્રએ આ ઘટનાને અફવા અને પાયોવિહોણી ગણાવી છે. જોકે શહેરના અગ્રણી અખબારને નામ જાહેર ન કરાવન શરતે કેદીના પરિવારજનોએ જણાવ્યુ હતું કે આરોપીઓને જેલની અંદર 3 અલગ અલગ બેરેકમાં રખાયા છે. અમે અમારા સ્વજનની મુલાકાતે જતા તેઓએ જેલની અંદર પોતાને રહેવા મળતી બેરેકમાંથી ઝેરી સાપ અને વિંછી નિકળતા હોવાની તેમજ જમવામાં નાના પથ્થર અને કાંકરી ખાવા મળતી હોવાનું જણાવ્યું હતું. જેથી 22 આરોપીઓએ ભૂખ હળતાલ શરૂ કરી છે.

હિંમતનગરમાં વીજળી પડતા એક કિશોરીનું મોત, ત્રણને ઇજા

હિંમતનગરમાં વીજળી પડતા એક કિશોરીનું મોત, ત્રણને ઇજા

ગુજરાતમાં કેટલાક સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો જેમાં હિંમતનગરના મોટી ડેમાઇ ગામમાં બપોરના સમયે ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા 19 વર્ષીય અરૂણાબેન નરસિંહભાઇ ખાંટનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે વર્ષાબેન ખાંટ (ઉ.વ.25), નિરૂબેન ખાંટ (ઉ.વ.30) તથા વિજયભાઇ રાણાભાઇ ખાંટ (ઉ.વ.25) ગંભીર રીતે શરીરે દાઝી જતા સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમને હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂખ લીધો દીપડોના પ્રાણ! ખેરગામની ધટના!

ભૂખ લીધો દીપડોના પ્રાણ! ખેરગામની ધટના!

નવસારી તાલુકાના ખેરગામ ગામે પૂર્ણા નદીના કિનારા નજીકથી બુધવારે એક પાંચ વર્ષની વયનો જણાતો દીપડો મૃત મળી આવ્યો બુધવારે ગામના નાયબ સરપંચ ઈબ્રાહીમ વાડીયા નદી નજીકથી પસાર થતા હતા ત્યારે નદી કિનારાથી દૂર મોહમદ ઈસ્માઈલ એકલવાયાની જમીનમાં દીપડો જોયો હતો. નજીક જઈ જોયું તો દીપડો મરી ગયેલો હતો. મૃત દીપડાને જોતા આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પ્રાથમિક તપાસમાં દીપડો ભૂખમરાના કારણે મૃત્યુ પામ્યો હોવાનુ જણાવાયું હતું કારણ કે તેના શરીર પર ઇજાના નિશાન નહોતા

યસ બેંકના મેનેજર સામે મહિલાની છેડછાડની ફરિયાદ

યસ બેંકના મેનેજર સામે મહિલાની છેડછાડની ફરિયાદ

અમદાવાદમા રહેતી 27 વર્ષની યુવતીએ પ્રહલાદનગર ખાતે આવેલી યસ બેંકના મેનેજર જ્યોતિભૂષણ સામે શારિરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યુ હતું કે તેનો બોસ તેને કહેતો હતો કે તારો પતિ ઘરે નથી તો ચાલ આપણે લોંગ ડ્રાઇવમાં જઈએ . અને તેને સાથે મિટિંગમાં લઇ જતો હતો અને શારિરીક અડપલા કરતો હતો આથી મહિલાએ કંટાળીને બેંકના એચ.આર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી. હાલમાં બેંક દ્વારા કહેવામાં આવ્યુ છે કે તપાસ દરમિયાન મેનેજરને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે.

મહેસાણામાં બીજેપી કાર્યકારી બેઠક પૂર્ણ

મહેસાણામાં બીજેપી કાર્યકારી બેઠક પૂર્ણ

રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીની માટે બીજેપી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી રહી છે. આ તૈયારીની ભાગ રૂપે મહેસાણામાં બીજેપીની બે દિવસીય પ્રદેશ કારોબારી મળી હતી. પહેલા દિવસે સવારે 10 વાગ્યે પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ સાથે પ્રદેશ અધ્યક્ષ બેઠક કરી હતી ત્યાર બાદ સાંજે 4 વાગ્યે પ્રદેશ કારોબારીની બેઠક શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રદેશ પ્રભારી ડૉ.દિનશે શર્મા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા સહિતાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ચૂંટણી આધારિત મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

પાટીદારો દ્વારા

પાટીદારો દ્વારા "ભાગ પાટીદાર ભાગ" મેરેથોન યોજાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર આંદોલનને ફરી વેગવંતુ બનાવવા માટે સમિતિ તરફથી સુરતમાં આગામી ઓગસ્ટ મહિનામાં પાટીદાર મેરેથોનનું આયોજન કરવામાં આવી શકે છે. આ મેરેથોનમાં 50 હજાર લોકો ઉમટે તેવી સંભાવના છે. સુરત ‘પાસ'ના કન્વિનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 17, ઓગસ્ટના રોજ સુરતમાં પાટીદારોની વિશાળ રેલી યોજાઇ હતી જેમાં એક લાખ લોકોએ એકઠા થયા હતા. પાસ દ્ધારા રેલીની એનિવર્સરી યોજવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જે સંદર્ભમાં પાસ દ્ધારા મેરેથોન યોજવામાં આવશે જેમાં 50 હજાર લોકો એકઠા થાય તેવી હાલ શકયતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X