For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મથુરાઃ દબાણ હટાવવા દરમિયાન થયેલી હિંસામાં મૃતકઆંક 21 થયો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મથુરાઃ દબાણ હટાવવા દરમિયાન થયેલી હિંસામાં મૃતકઆંક 21 થયો

મથુરાઃ દબાણ હટાવવા દરમિયાન થયેલી હિંસામાં મૃતકઆંક 21 થયો

મથુરામાં ગુરુવારે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી પોલીસ પર ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ મૃતકઆંક 21એ પહોંચ્યો છે. જ્યારે હજુ 100થી વધુ લોકો ઘાયલ છે. રાજનાથ સિંહે અખિલેશ યાદવને ફોન કરી મદદનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.

મથુરા હિંસા મામલે 124ની ધરપકડ

મથુરા હિંસા મામલે 124ની ધરપકડ

સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં એસપી મુકુલ ત્રિવેદી અને એસઓ સંતુષકુમાર સહિત 21નાં મોત થયાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 124 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

લગ્ન પહેલા જ અંગત પળોની તસ્વીરો વાઇરલ થતાં હોબાળો

લગ્ન પહેલા જ અંગત પળોની તસ્વીરો વાઇરલ થતાં હોબાળો

ઉત્તર પ્રદેશમાં એક ટીચરના સ્કૂલ મેનેજર સાથેની અંગત પળોના ફોટાઓ વાઇરલ થતાં હોબાળો મચ્યો. 7મી જૂને આ ટીચરના લગ્ન થનાર છે. ત્યારે સ્કૂલ મેનેજરે બદલો લેવા તસ્વીરો વાઇરલ કરી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

મથુરાઃ દબાણ હટાવવા ગયેલી પોલીસ પર ફાયરિંગ

મથુરાઃ દબાણ હટાવવા ગયેલી પોલીસ પર ફાયરિંગ

ગુરુવારે મથુરામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. ત્યારે પોલીસની ટીમ પર અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે SP મુકુલ ત્રિવેદી અને SO સંતોષકુમાર યાદવ સહિત 14નાં મોત થયાં.

દત્તક પુત્રીને લેવાની ના પાડતા માતાએ પુત્રીને ત્યજી

દત્તક પુત્રીને લેવાની ના પાડતા માતાએ પુત્રીને ત્યજી

એક મહિલાએ સંબંધીને બાળક આપવા ગર્ભ ધારણ કર્યો હતો પરંતુ પુત્રને બદલે પુત્રી આવતા સંબંધીએ બાળક દત્તક ન લેતા મહિલાએ બાળકીને ત્યજીને નાસી ગઈ હતી. મૂળ વાલિયાના દાજીપુરાની અને મહેસાણાના સાણંદ ખાતે પરણાવેલી એક મહિલાને સંતાનમાં 21અને 17 વર્ષની બે પુત્રીઓ તેમજ 16 વર્ષનો એક પુત્ર હતો. જોકે તેના એક સંબંધીને સંતાન ન થતું હોઇ તેણે તેમને સંતાન દત્તક આપવા માટે ગર્ભ ધારણ કર્યો હતો. પરંતુ સંતાનમાં પુત્રી જન્મતા તેના સંબંધીએ તે બાળકીને દત્તક લેવાનો ઇન્કાર કર્યો હતો. અને તેના એક મિત્ર ધર્મેશ યાદવ સાથે મળી તેની બાઇક ઉપર ભરૂચનારી સંરક્ષણ કેન્દ્ર ખાતે આવી બાળકીને પારણામાં મૂકીને નાસી ગઇ હોવાની કબૂલાત કરી હતી. નવજાત બાળકીને ત્યજી દેવાના ચકચારી કિસ્સામાં ભરૂચ એ ડીવીઝન પોલીસે ત્યજી દેવાયેલી બાળકીની માતા ગીતા કઠવાડા અને ધર્મેશ યાદવની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી છે પોલીસે બાળકીએ પહેરેલા કપડાના આધારે પ્રસૃતિગૃહ શોધીને ત્યાંથી બાળકીને ત્યજી દેનારની વિગતો મેળવી હતી મહિલાએ માતાસહજ લાગણીને નેવે મૂકતા મહિલાએ કહ્યું હતું કે તે સજા ભોગવશે, પરંતુ બાળકીને રાખશે નહીં. પોલીસ હાલમાં કેસની ખરાઈ ચકાસી રહી છે કોણે દત્તક બાળક માંગ્યુ હતુ તેમજ મહિલાના લગ્નેતર સંબંધો વિશે પણ તપાસ કરવામાં આવશે

મહારાષ્ટ્રઃ કુરિયર કંપનીની આડમાં ચાલતું હવાલા રેકેટનો પર્દાફાશ

મહારાષ્ટ્રઃ કુરિયર કંપનીની આડમાં ચાલતું હવાલા રેકેટનો પર્દાફાશ

ઇન્કમટેક્સ વિભાગે કુરિયર કંપનીની આડમાં ચાલી રહેલા હવાલા કારોબારનો ભાંડો ફોડ્યો. ઇન્કમટેક્સ વિભાગે શ્રીવર્ધન કોમ્પલેક્ષમાં ચાર ઠેકાણે દરોડા પાડી કાર્યવાહી કરતાં દોઢ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. દરરોજ કરોડો રૂપિયા હવાલાના મારફતે મહારાષ્ટ્ર અને ગુજરાત મોકલાતા હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકોના એડમિશન માટે જઈ રહેલા દંપતીને મળ્યું મોત

બાળકોના એડમિશન માટે જઈ રહેલા દંપતીને મળ્યું મોત

મધ્ય ગુજરાતના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામે તુફાન અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાતાં ફતેપુરાના દંપતીનું મોત થયું હતું જ્યારે જ્યારે તેઓની સાથે આવેલા તેમના બે પુત્ર સહિત 4 બાળકોનો આબાદ બચાવ થયો હતો. ફતેપુરામાં રહેતા મુકેશકુમાર અગ્રવાલ તથા પુષ્પાબેન પુત્રના એડમિશન માટે સવારે ફતેપુરાથી ગાંધીનગર જવા તુફાન જીપમાં નિકળ્યા હતા. તુફાન જીપના ચાલકે ચુથાના મુવાડા પાસે ઓવરટેક કરવા જતા જીપ ડંપર સાથે અથડાતા ફતેપુરાના આ દંપતીનું મોત થયુ હતું.

છેલ્લા બે દિવસમાં કચ્છમાં અનુભવાયા 9 આંચકા

છેલ્લા બે દિવસમાં કચ્છમાં અનુભવાયા 9 આંચકા

બે દિવસ દરમિયાન કચ્છમાં નવ હળવાં આંચકા અનુભવાયા હતા. બુધવારે વહેલી સવારે 4:04 કલાકે આવેલા 3.1ના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. મંગળવારે પણ રાપર, ખાવડા, દુધઇ અને ભચાઉમાં હળવા કંપન આવ્યાં હતાં, જેમાં બપોરે દુધઇ વિસ્તારમાં આવેલા 2.8ની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. દક્ષિણે કાંઠાળ વિસ્તારમાં આવેલા મુન્દ્રામાં ભાગ્યે જ આંચકો નોંધાતો હોય છે. પરંતુ મુન્દ્રામાં હળવાં આંચકા નોંધાતા સ્થાનિક તથા સિસ્મોલોજી વિભાગમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

મુંબઇની આર્ટીસ્ટ સાથે દુષ્કર્મ આચરના 2ની ધરપકડ

મુંબઇની આર્ટીસ્ટ સાથે દુષ્કર્મ આચરના 2ની ધરપકડ

2 નરાધમોએ શોર્ટ અને એડ ફિલ્મમાં કામ આપવાને બહાને મુંબઇની જુનીયર આર્ટીસ્ટને અમદાવાદ બોલાવી હતી. અમદાવાદમાં 25 વર્ષીય આર્ટીસ્ટ સાથે બન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. કલાકારની ફરિયાદના આફારે મુંબઇ પોલીસે બન્ને આરોપી ઉમેશ અગ્રવાલ અને કૃણાલ મોન્ડલની ધરપકડ કરી છે.

શામળાજી પાસે બસને ટ્રક અથડાતા 10 મુસાફરો ઇજાગ્રસ્ત

શામળાજી પાસે બસને ટ્રક અથડાતા 10 મુસાફરો ઇજાગ્રસ્ત

રાજસ્થાનનાં નીમજથી મુસાફરો ભરેલી લક્ઝરી બસ આરજે-૦૯-પીબી-૦૦૧૮ અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે આ બસ શામળાજી નજીકના નાપડા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બસના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા ટ્રક નંબર આરજે-૨૭-જીબી-૨૫૯૬નાં પાછળનાં ભાગે અથડાતા બસમાં સવાર 10 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઇ હતી. જે બાદ શામળાજીના પીએસાઈ વાય.જે.રાઠોડે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજીની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અને બસના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

ઇન્ટરનેટ યુસેઝમાં ભારત અવ્વલ નંબરે

ઇન્ટરનેટ યુસેઝમાં ભારત અવ્વલ નંબરે

વપરાશકર્તાઓની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. સરકારે ઇ-ડિજિટલ સહિતના શરૂ કરેલા અનેક પ્રોગ્રામોને કારણે ઇન્ટરનેટ વપરાશમાં વધારો થયો છે. દેશમાં 40 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતીય માનેક સરકાર કૈલિફોર્નિયા ફાયરિંગ માટે દોષી

ભારતીય માનેક સરકાર કૈલિફોર્નિયા ફાયરિંગ માટે દોષી

અમેરિકાના કૈલિફોર્નિયા યુનિવર્સિટીમાં એક પ્રોફેસરની હત્યા કરીને સુસાઇડ કરનાર વિદ્યાર્થી તરીકે ભારતીય અમેરિકી મૈનક સરકારને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. પ્રોફેસર વિલિયમ ક્લુગને માર્યા પહેલા માનેકે તેની પૂર્વ પત્નીનું ખૂન કર્યું હતું. તેણે આ માટે બશર્તે ડેથ લિસ્ટ પણ બનાવ્યું હતું. જો કે યુનિવસિર્ટીના કેમ્પસમાં ગોળીબારી થતા લોકોમાં ફટફડાટ મચ્યો હતો.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રેણુકા ચૌધરીની આ તસવીરો

સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રેણુકા ચૌધરીની આ તસવીરો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ક્રોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ છે. જેમાં હોટલમાં રેણુકા તેના પરિવાર સાથે ખાવા ગઇ છે. અને તમામ પરિવાર ખુરશી પર બેઠો છે. પણ બાળકની આયા તરીકે રાખવામાં આવેલી એક છોકરી ઊભી છે. જે અંગે સોશ્યલ મીડિયા પર વિવિધ કમેન્ટર કરવામાં આવી છે કે યુવતી સાથે અન્યાય થઇ રહ્યો છે. તેની બેસવા કે ખાવાનું પણ પૂછવામાં નથી આવતું. જો કે આ અંગે રેણુકા ચૌધરી હજી સુધી કંઇક નથી કહ્યું.

4-5 દિવસમાં ચોમાસુ કેરળ પહોંચશે

4-5 દિવસમાં ચોમાસુ કેરળ પહોંચશે

ભીષણ ગરમીમાં રાહતના થોડા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. હવામાન ખાતાના કહેવા મુજબ ચાર-પાંચ દિવસની અંદર કેરળમાં ચોમાસું આવી પહોંચશે. જે બાદ આ વખતે જૂનથી સપ્ટેમ્બરમાં ગત બે વર્ષ કરતા સારો વરસાદ પડવાની આશ છે.

English summary
June 3 read todays top news pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X