નવા વર્ષ પહેલા જ મણિપુરમાં 24 કલાકમાં 2 આતંકી હુમલા, સેનાને નિશાન બનાવાઈ
મણિપુરમાં હિંસાના માહોલ વચ્ચે ફરીથી તણાવ ફાટી નીકળ્યો છે. નવા વર્ષ પહેલા જ બે જગ્યાઓએ આતંકી હુમલા કરાયા હોવાના અહેવાલ છે.
મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં સેનાને ટાર્ગેટ કરીને બે આતંકી હુમલા કરાયા છે. આ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયાના સમાચાર છે. આ પહેલા શનિવારે ઈમ્ફાલ-મોરેહ હાઈવે પરથી પસાર થઈ રહેલા મણિપુર પોલીસ કમાન્ડોના એક યુનિટને નિશાન બનાવવામાં આવ્યું.

અધિકારીઓ અનુસાર, આતંકવાદીઓએ શનિવારે રાત્રે સરહદી શહેર મોરેહમાં મણિપુર પોલીસ કમાન્ડો બેરેક પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છોડ્યા. જેના કારણે બેરેકને નુકસાન થયું અને ચાર કમાન્ડો પણ ઘાયલ થયા છે.
ઇમ્ફાલ-મોરેહ હાઇવે પરથી પસાર થતી પોલીસ કમાન્ડોની અન્ય એક ટુકડીને ફાયરીંગનો સામનો કરવો પડ્યો. આ અથડામણમાં એક કમાન્ડો ઘાયલ થયો છે.
સુરક્ષા અધિકારી અનુસાર, બપોરની ઘટના બાદ સ્થિતિ કાબૂમાં છે. પરંતુ મધ્યરાત્રિની આસપાસ આતંકવાદીઓએ બેરેકની અંદર સૂઈ રહેલા કમાન્ડો પર હુમલો કરવા માટે આરપીજીથી ફાયરિંગ અને ભારે ગોળીબાર કર્યો.
આ ફાયરિંગમાં ચાર જવાન ઘાયલ થયા છે. જોરદાર વિસ્ફોટને કારણે એક સૈનિકના કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થયો છે. ચાર કમાન્ડોને નજીકની આસામ રાઈફલ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, પહાડીઓમાં છુપાયેલા આતંકવાદીઓએ રાતનો લાભ લઈને લગભગ અડધા કલાક સુધી બેરેક પર ગોળીબાર કર્યો.
આ ઘટના બાદ આસામ રાઈફલ્સના ટોચના અધિકારીઓ ભારત-મ્યાનમાર સરહદ નજીક આવેલા સરહદી શહેર મોરેહ માટે રવાના થઈ ગયા છે. શનિવારે બપોરથી મોરેહ હાઈ એલર્ટ પર છે.












Click it and Unblock the Notifications
