
જસ્ટીસ ગોગોઈએ અટકળોનુ કર્યુ ખંડન, હું અસમથી ભાજપનો સીએમ ઉમેદવાદ નથી
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ એ અટકળોનુ ખંડન કર્યુ છે જેમાં જણાવવામાં આવી રહ્યુ હતુ કે પૂર્વ ચીફ જસ્ટીસ અસમમાં ભાજપના આગલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોઈ શકે છે. ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં પૂર્વ ચીફ જસ્ટીસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય ગોગોઈએ સીએમ પદની દાવેદારીના સમાચારોનુ ખંડન કરીને કહ્યુ કે, 'હું રાજકારણી નથી અને ના મારી એવી કોઈ ઈચ્છા કે ઈરાદો છે. કોઈએ મને આવી સંભાવનાઓની વાત નથી કરી.'

તરુણ ગોગોઈએ કર્યો હતો દાવો
રવિવારે મીડિયામાં જસ્ટીસ રંજન ગોગોઈની ઉમેદવારીના સમાચારોએ ત્યારે જોર પકડ્યુ જ્યારે કોંગ્રેસ નેતા અને અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ એ દાવો કર્યો કે પૂર્વ ચીફ જસ્ટીસ આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હોઈ શકે છે. તરુણ ગોગોઈએ કહ્યુ કે તેમને પોતાના સૂત્રોથી સમાચાર મળ્યા છે કે જસ્ટીસ ગોગોઈ ભાજપના ઉમેદવાદર થવાના છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે રામ મંદિર પર ગોગોઈના ચુકાદાથી ભાજપ બહુ ખુશ છે.

તેમની રાજકીય મહત્વાકાંક્ષા છે
તરુણ ગોગોઈએ કહ્યુ કે 'જસ્ટીસ ગોગોઈને રાજ્યસભા મોકલવામાં આવ્યા. સંભવ છે કે તે એટલા માટે રાજી થયા હોય કે ભાજપ તેમને આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવશે. આ બધુ રાજનીતિ છે. તેમણે તબક્કાવાર રીતે રાજ્યસભાના સભ્યપદનો સ્વીકાર કર્યો. છેવટે તેમણે રાજ્યસભાનુ સભ્યપદને અસ્વીકાર્ય કેમ ન કર્યુ. તે માનવાધિકાર પંચના ચેરમેન બની શકતા હતા પરંતુ તેમણે રાજ્યસભા સભ્ય બનવાનુ સ્વીકાર્યુ કારણકે તેમની રાજકીય મહત્વાકાંક્ષા છે.'

જસ્ટીસ ગોગોઈએ આપી સફાઈ
ત્યારબાદ જ્યારે મીડિયામાં સમાચારો આવ્યા તો જસ્ટીસ ગોગોઈએ પોતાનો પક્ષ રાખીને બધી અટકળોને ફગાવી દીધી છે. જસ્ટીસ ગોગોઈએ એ પણ સ્પષ્ટ કર્યુ કે 'રાજ્યસભાનુ સભ્યપદ સ્વીકારવુ રાજનીતિમાં જવાની ઔપચારિક શરૂઆત નથી. ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં જસ્ટીસ ગોગોઈએ કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે રાજ્યસભાના નામિત સભ્ય અને એક પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં જવાના અંતરને નથી સમજી રહ્યા. મે રાજ્યસભાના સભ્ય થવાનુ પસંદ કર્યુ કારણકે અહીં હું પોતાના રસના વિષયો પર પોતાના વિચાર આઝાદી સાથે મૂકી શકુ છુ. શું તે મને રાજનેતા બનાવે છે?'
સોનિયા ગાંધીના અધ્યક્ષ પદ છોડવાના સમાચારને કોંગ્રેસે ફગાવ્યા