કમલેશ તિવારી હત્યાકાંડઃ હત્યાના બંને આરોપીની ધરપકડ, ગુનો કબૂલ્યો
ગુજરાત એટીએસે મંગળવારે કમલેશ તિવારી હત્યાકાંડના બંને આરોપી અશફાક અને મોઈનુદ્દીનની ધરપકડ કરી લીધી.
ગુજરાત એટીએસે મંગળવારે કમલેશ તિવારી હત્યાકાંડના બંને આરોપી અશફાક અને મોઈનુદ્દીનની ધરપકડ કરી લીધી. આ બંને આરોપીઓને ગુજરાત-રાજસ્થાન બૉર્ડરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. યુપી અને ગુજરાત પોલિસ આ બંનેને કમલેશ તિવારી મર્ડર કેસમાં શોધી રહી હતી.

એટીએસે ગુજરાત-રાજસ્થાન બૉર્ડરથી ધરપકડ કરી
મીડિયા રિપોર્ટ્સ મુજબ કમલેશ તિવારી મર્ડર કેસના મુખ્ય આરોપીને ગુજરાત એટીએસે ગુજરાત-રાજસ્થાન બૉર્ડરથી ધરપકડ કરી છે. બંને આરોપીઓમાંથી એકનુ નામ અશફાક (34 વર્ષ) છે અને બીજા આરોપીનું નામ મોઈનુદ્દીન ખુર્શીદ પઠાણ (27 વર્ષ) છે. બંને આરોપી ગુજરાતના સુરત જિલ્લાના રહેવાસી છે. માહિતી મુજબ અશફાક હુસેન વ્યવસાયે મેડીકલ રિપ્રેઝન્ટેટીવ છે અને મોઈનુદ્દીન ફૂડ ડિલીવરી બૉય છે.

પૈસા માટે કર્યો ઘરે ફોન
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આરોપીઓએ પૈસા ખતમ થઈ જતા પોતાના પરિવાર અને પરિચિતો પાસેથી આર્થિક મદદ માટે સંપર્ક કર્યો હતો. ગુજરાત એટીએસે પહેલેથી જ આરોપીઓના પરિવાર અને પરિચિતો પર નજર રાખી રહી હતી. ગુજરાત એટીએસને બંને વિશે સર્વિલાંસ દ્વારા માહિતી મળી ત્યારબાદ તેમને ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પાસે શમળાજીથી ધરપકડ કરવામાં આવી.
|
આરોપીઓએ પૂછપરછમાં ગુનો કબુલ્યો
ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યુ કે બંને વાંછિત આરોપી અશફાક અને મોઈનુદ્દીન પઠાણને શામળાજી પાસે ગુજરાત-રાજસ્થાન સીમાથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને માહિતી હતી કે તે ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તે આધાર પર અમે પોતાની ટીમને સીમા પર સ્થાનાંતરિત કરી અને તેમને પકડી લીધા. પોલિસના જણાવ્યા મુજબ આરોપીઓએ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલિસે જણાવ્યુ કે આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યુ છે કે તેમણે પેગમ્બર વિશે કરાયેલા નિવેદનના કારણે જ કમલેશ તિવારીની હત્યા કરી હતી.












Click it and Unblock the Notifications
