સેક્સવર્ધક દવાઓ બનાવવા કામ આવે છે સાપ, વિધાર્થીઓ કરતા વેપાર

કાનપુર પોલીસે બે બીટેક વિધાર્થીઓની ધરપકડ કરી છે. તેમની પાસે પોલીસને લુપ્ત થઇ રહેલી પ્રજાતિના બે મોઢા વાળા સાપ મળ્યા છે. આ સાપનો ઉપયોગ સેક્સવર્ધક દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો.

કાનપુર પોલીસે બે બીટેક વિધાર્થીઓની ધરપકડ કરી છે. તેમની પાસે પોલીસને લુપ્ત થઇ રહેલી પ્રજાતિના બે મોઢા વાળા સાપ મળ્યા છે. આ સાપનો ઉપયોગ સેક્સવર્ધક દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ સાપની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. એટલા માટે તેને મારવું પ્રતિબંધિત છે. જેને કારણે તેની કિંમત લાખો રૂપિયા જણાવવામાં આવી રહી છે.

snake

એસપી અનુરાગ આર્યા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચકેરી ચોકી વિસ્તારમાં બીટેકના બે વિધાર્થીઓ બે મોઢાવાળા સાપને વેચવાની ફિરાકમાં ફરી રહ્યા હતા. લોકો પાસેથી જાણકારી મળ્યા પછી પોલીસે બંનેને પકડી લીધા. તેમના બેગની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી બે મોઢાવાળા બે સાપ મળી આવ્યા. એસપી ઘ્વારા જણાવ્યા અનુસાર બંને સાપની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે.

એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાપોની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે, એટલા માટે તેને મારવું પ્રતિબંધિત છે. પૂછપરછ દરમિયાન બંને વિધાર્થીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ સાપને રાજસ્થાનથી લઈને કાનપુર જઈ રહ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આખરે આ બંને વિધાર્થીઓ કાનપુરમાં કોણે આ સાપ સપ્લાય કરવા માટે જઈ રહ્યા હતા અને તેના ઘ્વારા કઈ પ્રોડક્ટ બનાવી શકાય છે. બંને વિધાર્થીઓ વિરુદ્ધ તસ્કરીનો મામલો નોંધી લેવામાં આવ્યો છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X