CWC: કપિલ સિબ્બલનુ ટ્વિટ - રાહુલ ગાંધીએ ફોન કરીને જણાવ્યુ તેમણે એવુ કંઈ નથી કહ્યુ

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ કે રાહુલે ભાજપ સાથે મિલીભગતનુ કોઈ નિવેદન આપ્યુ નથી.

નવી દિલ્લીઃ કોગ્રેસ પાર્ટીમાં પરસ્પર કંકાશનો સિલસિલો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. મુશ્કેલીના સમયમાં કોંગ્રેસની ડૂબતી નાવને કોણ પાર લગાવશે તેના માટે નવા અધ્યક્ષની શોધ કરવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી વર્ષોથી પરિવારવાદની જંજાળમાં ઉલઝીને રહી ગઈ છે. આ દરમિયાન પત્ર અંગે રાહુલ ગાંધીના 'ભાજપ સાથે મિલીભગત'વાળા નિવેદન પર બબાલ ચાલુ છે. આ ઘમાસાણ પર કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ કે રાહુલે ભાજપ સાથે મિલીભગતનુ કોઈ નિવેદન આપ્યુ નથી.

હું મારુ જૂનુ ટ્વિટ પાછુ લઉ છુ

હું મારુ જૂનુ ટ્વિટ પાછુ લઉ છુ

ત્યારબાદ તરત જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ કે, 'રાહુલ ગાંધી સાથે મારી વાત થઈ અને તેમણે આવા કોઈ નિવેદનો ઈનકાર કર્યો છે માટે હું મારુ જૂનુ ટ્વિટ પાછુ લઉ છુ. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ - રાહુલ ગાંધીએ જાતે મને કહ્યુ કે જે વાત તેમને જોડીને કહેવામાં આવી રહી છે તે ખોટી છે. રાહુલ ગાંધીએ એ નથી કહ્યુ કે જે નેતાઓએ પત્ર લખ્યો છે તેમના ભાજપ સાથે સાંઠગાંઠ છે. માટે હું મારુ પહેલુ ટ્વિટ ડિલીટ કરી રહ્યો છુ.'

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સાથે વાત કરતા પહેલા કપિલ સિબ્બલે તેમનાથી નારાજગી વ્યક્ત કરી હતી. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. કોંગ્રેસના પરિવારવાદનુ જ પરિણામ છે કે પાર્ટીના પોતાના નેતા જ એક પછી એક વિરોધમાં ઉતરી રહ્યા છે. પરિણામ સૌની સામે છે.

અમારા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ

અમારા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ

કપિલ સિબ્બલે બીજા એક ટ્વિટમાં લખ્યુ હતુ - રાહુલ ગાંધી કહે છે કે અમારી ભાજપ સાથે સાંઠગાંઠ છે. રાજસ્તાન હાઈકોર્ટમાં પાર્ટીને સફળતા અપાવી. મણિપુરમાં ભાજપ સામે પૂરી તાકાતથી પાર્ટીને બચાવ કર્યો. છેલ્લા 30 વર્ષોમાં ભાજપના પક્ષમાં એક પણ નિવેદન આપ્યુ નથી. તેમછતાં અમારા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લાગી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X