ભારત-ચીન વિવાદ પર કપિલ સિબ્બલઃ ક્યાં ગઈ છપ્પન ઈંચની છાતી?
વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.
ચીન સાથે એલએસી પર જે રીતે તણાવ વધી રહ્યો છે તેના કારણે માહોલ ઘણો તણાવપૂર્ણ થઈ ગયો છે. આ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે છેલ્લ હવે ક્યાં ગઈ 56 ઈંચની છાતી. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને લખ્યુ, દ્વિમુખી રાજનીતિ, મોદીજી UPA પર આરોપ લગાવતા હતા કે અમે ચીનને લાલ આંખ કેમ નથી બતાવતા જ્યારે તે એલએસી પાર કરે છે, મોદીજી તમે ચીનને લદ્દાખમાં લાલ આંખ બતાવવામાં કેમ અટકી રહ્યા છો? અને જ્યારે નેપાળ તમને લાલ આંખ બતાવે છે, ત્યારે તમે વાતચીત કરવા માંગો છો, છપ્પન ઈંચની છાતી ક્યાં ગઈ?

તમને જણાવી દઈએ કે ચીન અને ભારત વચ્ચે એલએસી પર તણાવ ખૂબ વધી ગયો છે. બંને દેશોની સેના વચ્ચે ગઈ રાતે થયેલી અથડામણમાં બંને તરફના જવાન માર્યા ગયા છે. જ્યારે ઘણા જવાન ઘાયલ થયા છે. ભારતીય સેના તરફથી જણાવવામાં આવ્યુ છે કે હિંસક અથડામણમાં બે જવાન અને એક કર્નલ રેંકના અધિકારી શહીદ થયા છે જ્યારે ચીનની સેનાના અમુક જવાન પણ આમાં ઘાયલ થયા છે. વળી, ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર આ અથડામણમાં ચીનના 5 જવાન માર્યા ગયા છે જ્યારે 11 જવાન ઘાયલ થયા છે
તમને જણાવી દઈએ કે ભારત ચીન વચ્ચે આ પહેલા 1975માં હિંસક અથડામણ થઈ હતી. 1975 બાદ પહેલી વાર એલએસી પર ભારતના જવાન શહીદ થયા છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના ત્રણે પ્રમુખ અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ સાથે બેઠક કરી. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા. તણાવને જોતા સેના પ્રમુખ જનરલ એમ એમ નરવાણેએ પઠાણકોટ મિલિટ્રી સ્ટેશનનો પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે.












Click it and Unblock the Notifications
