Kargil Vijay Diwas : 17 ગોળીઓ વાગવા છતા 19 વર્ષીય યોગેન્દ્ર યાદવે દુશ્મનોને વીંધી નાખ્યા
23 વર્ષ પહેલાનો આ એક એવો નજારો હતો, જ્યારે દુશ્મનોએ આપણી ધરતી પર પોતાના નાપાક પગલાં જમાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આપણા રણબંકરોએ તેમને ન માત્ર ધૂળ ચડાવી હતી, પરંતુ તેમને એવી રીતે ભગાડી દીધા હતા.
Kargil Vijay Diwas : 23 વર્ષ પહેલાનો આ એક એવો નજારો હતો, જ્યારે દુશ્મનોએ આપણી ધરતી પર પોતાના નાપાક પગલાં જમાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આપણા રણબંકરોએ તેમને ન માત્ર ધૂળ ચડાવી હતી, પરંતુ તેમને એવી રીતે ભગાડી દીધા હતા કે, તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારે-જ્યારે દુશ્મનોએ માતા ભારતી તરફ મેલી મુરાદે નજર કરી છે, ત્યારે દેશના સપૂતોએ તે આંખોને ફાડી નાખી છે. આવા જ એક હીરોનું નામ છે 'યોગેન્દ્ર સિંહ યાદવ', જેમણે 19 વર્ષની વયે એવી અદમ્ય હિંમત બતાવી હતી, જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.

'કોઈ અવાજ નીકળતો ન હતો અને કંઈ સમજાતું ન હતું'
યાદવના શરીરમાં 17 ગોળીઓ વાગી હતી, આખું શરીર દર્દ અને લોહીથી વહી રહ્યું હતું, ન તો અવાજ નીકળી રહ્યો હતો અને ન તો કંઈસમજાઈ રહ્યું હતું અને કદાચ આ કારણે દુશ્મનને પણ લાગ્યું કે તે મરી ગયો છે અને તે આગળ વધી ગયા, પરંતુ દુશ્મનોને ખબર ન હતી કેજેના પર માતા ભારતીનો આશીર્વાદ છે, તે આટલી જલ્દી દુનિયાને કેવી રીતે અલવિદા કહી શકે, એવું જ યોગેન્દ્ર યાદવ સાથે થયું અને તેણેતે સ્થિતિમાં પણ ગ્રેનેડ ઉઠાવીને દુશ્મનોને મારી નાખ્યા હતા.

પાંચ રૂપિયાના સિક્કાએ જીવ બચાવ્યો
સોની ટીવીના પ્રખ્યાત શો 'કૌન બનેગા કરોડપતિ'માં જ્યારે વીર યોગેન્દ્ર સિંહ યાદવે આ વાત કહી, ત્યારે દરેકની આંખો ભીની થઇ ગઇહતી, રૂવાળાં ઊભા થઈ ગયા અને ગર્વથી છાતી પહોળી થઈ ગઈ.
તેમણે કહ્યું કે, અમે ટાઈગર હિલ દ્રાસ સેક્ટરમાં લડી રહ્યા હતા. બંને તરફઆતંકવાદીઓના બંકરો હતા. મારા પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો અને ફાયરિંગ થયું. હું ખરાબ રીતે ઘાયલ થયો હતો, મારી નજર સામે મારાસાથીઓ શહીદ થયા હતા. દુશ્મનોએ અમને ચારે બાજુથી ઘેરી લીધા, અમારા પર ગોળીઓ વરસાવવામાં આવી, પરંતુ સદનસીબે ઉપરછાતીના ખિસ્સામાં રાખેલા પર્સમાં પાંચ રૂપિયાના સિક્કા પણ હતા. ગોળી તે સિક્કાઓને વાગી હતી અને મારી છાતી સુધી પહોંચી ન હતી, હુંનીચે પડી ગયો, તેઓએ વિચાર્યું કે, હું જીવિત નથી.

ચાર-પાંચને ત્યાં જ પતાવી દીધા
પણ પછી મેં મારી પાસે પડેલા હેન્ડગ્રેનેડમાંથી પિન કાઢીને તેમના પર ફેંકી દીધી અને મારી પાસે પડેલી રાઈફલ વડે ચાર-પાંચને ત્યાં જપતાવી દીધા અને પછી શું થયું એ મને કંઈ યાદ નથી, મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો અને શરીર ઘણું દુઃખી રહ્યું હતું, એમ પણજાણવા મળ્યું કે, આખા શરીરમાં ફ્રેક્ચર છે અને તે 3 દિવસથી શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ છે અને ત્યારે જ તેને જાણ થઈ કેભારતીય જવાનોએ ટાઈગર હિલ પર સફળતાપૂર્વક ત્રિરંગો લહેરાવ્યો છે.

19 વર્ષની ઉંમરે મળ્યું પરમવીર ચક્ર
તે જાણીતું છે કે, યાદવ 19 વર્ષની વયે પરમવીર ચક્ર મેળવનારા સૌથી યુવા સૈનિક છે. ઉલ્લેખનીય છે કે, 1999માં ભારતીય સેના દ્વારાકારગીલમાં પાકિસ્તાની ઘૂસણખોરોથી ભારતને પરત લેવા માટે 'ઓપરેશન વિજય' શરૂ કરવામાં આવ્યું હતું. દ્રાસ સેક્ટર હતું.
સેનાનાજવાનોએ 26 જુલાઈ, 1999ના રોજ પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારથી દેશના આ મહાન નાયકોની યાદમાં દર વર્ષે 26મી જુલાઈએ'કારગિલ વિજય દિવસ' મનાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
