કર્ણાટક : સિદ્ધરમૈયાના મંત્રીમંડળમાં 28 મંત્રીઓએ શપથ લીધા

કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે રાજભવનમાં આયોજિત એક સમારોહમાં મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. સિદ્ધરમૈયાએ 13 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. કોંગ્રેસ રાજ્યમાં સાત વર્ષ બાદ સત્તામાં આવી છે.
સિદ્ધરમૈયા છ વર્ષ પહેલા જનતાદળ એસને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ ધરમસિંહના નેતૃત્વવાળી સરકારમાં ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. એચ ડી દેવેગૌડાના વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 1996માં વકીલમાંથી નેતા બનેલા સિદ્ધરમૈયા મુખ્યમંત્રીનું પદ મેળવતા મેળવતા રહી ગયા હતા.
સિદ્ધરમૈયા કુરુબા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકમાં તે સૌથી મોટી જાતિ છે. તેમને મુખ્યમંત્રી પદની દોડમાં તે સમયે જે એચ પટેલે પાછળ છોડા દીધા હતા. દેવૈગૌડા અને પટેલ બંનેના કાર્યકાળ દરમિયાન સિદ્ધરમૈયા રાજ્યના નાણા પ્રધાન રહી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
