Karnataka Elections: પીએમ મોદી આજે કર્ણાટકના પ્રવાસે, મેગા રેલીને કરશે સંબોધિત, જાણો આખો કાર્યક્રમ

Karnataka Elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યુ છે. આ દરમિયાન આજે 25 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદ ભાજપની વિજય સંકલ્પ યાત્રાના સમાપનના અવસર પર આજે કર્ણાટક પહોંચી રહ્યા છે. વિજય સંકલ્પ યાત્રાને લઈને ભાજપ દ્વારા આયોજિત એક મેગા રેલીને પીએમ મોદી સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી તેમના કર્ણાટક પ્રવાસ દરમિયાન ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. એવી અપેક્ષા છે કે ચૂંટણી પંચ મે મહિનામાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
પીએમ મોદીનો કાર્યક્રમ
રેલીને સંબોધિત કરવા ઉપરાંત પીએમ મોદી ચિક્કાબલ્લાપુરમાં 'શ્રી મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ'નુ ઉદ્ઘાટન કરશે. જે બાદ પીએમ મોદી બેંગ્લોર મેટ્રોની કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇન માટે વ્હાઇટફિલ્ડનુ ઉદ્ઘાટન કરશે અને ટ્રેનમાં સવારી પણ કરશે. આ પછી પીએમ મોદી જિલ્લા મુખ્યાલય દાવણગેરે જશે અને ભાજપની 'વિજય સંકલ્પ યાત્રા' થીમ પર આયોજિત જનસભાને સંબોધિત કરશે.
રેલીમાં ઉમટશે લાખો લોકો
ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થયા બાદ પાર્ટીની આ પહેલી બેઠક છે, જેમાં પીએમ મોદી હાજરી આપી રહ્યા છે. રેલીમાં કુલ 10 લાખ લોકો આવવાની આશા છે. દાવણગેરેના ભાજપ સાંસદ જીએમ સિદ્ધેશ્વરે કહ્યુ કે એકલા દાવણગેરે જિલ્લામાંથી લગભગ ત્રણ લાખ લોકો રેલીમાં ભાગ લેશે.
તેમણે કહ્યુ કે દાવણગેરે પહેલાથી જ કેસરી રંગથી રંગાયેલુ છે અને GMIT કોલેજની બાજુમાં 400 એકર જમીનમાં પંડાલ બનાવવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ મહાસચિવ મહેશ તેંગીનાકાઈએ જણાવ્યુ હતુ કે ભાજપની 'વિજય સંકલ્પ યાત્રા' સફળ રહી છે. તેમણે કહ્યુ કે કુલ પ્રવાસ 5600 કિલોમીટરનો હતો. જેમાં લાખોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અમે 224 મતવિસ્તારો સુધી પહોંચ્યા હતા.
ભાજપના જણાવ્યા અનુસાર રેલી માટે મોટા પાયે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને 400 કાઉન્ટર ખોલવામાં આવશે. રેલી માટે એક હજાર રસોઈયાને રાખવામાં આવ્યા છે અને 44 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
