Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2% વધુ મત લઈને ભાજપથી 26 બેઠકો કેમ ઓછી મળી કોંગ્રેસને?

હાલમાં પૂર્ણ થયેલ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં 78 બેઠકો આવી જ્યારે ભાજપના ખાતામાં 104 બેઠકો આવી.

હાલમાં પૂર્ણ થયેલ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં 78 બેઠકો આવી જ્યારે ભાજપના ખાતામાં 104 બેઠકો આવી. કર્ણાટકમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા જોઈને એવુ લાગે છે કે રાજ્યમાં સિદ્ધારમૈયા સરકાર સામે લોકોએ મત આપ્યા જેના કારણે કોંગ્રેસની બેઠકો 122 માંથી 78 માં સમેટાઈ ગઈ. કોંગ્રેસના ખાતામાં આવેલ મતોની ટકાવારી કંઈક બીજી જ કહાની કહે છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં 38% મત મળ્યા જ્યારે ગઈ ચૂંટણીમાં કોંગ્રેસને 36.6 % મત મળ્યા હતા. ભાજપના મુકાબલે 26 બેઠકો જીતનારી કોંગ્રેસનો વોટશેર લગભગ 2% વધુ રહ્યો. ભાજપ માટે ફાયદાનો સોદો એ રહ્યો કે તેમણે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને શ્રીરામુલુની ઘરવાપસી કરાવી દીધી જેમણે ભાજપ વર્તુળમાં વોટ શેર વધારવાનું પણ કામ કર્યુ.

વોટશેર વધુ હોવા છતા ઓછી બેઠકોમાં સમેટાઈ કોંગ્રેસ

વોટશેર વધુ હોવા છતા ઓછી બેઠકોમાં સમેટાઈ કોંગ્રેસ

ભાજપ માટે ગઈ વિધાનસભા ચૂંટણી બાદ આ આંકડા સુધી પહોંચવુ સરળ નહોતુ પરંતુ ભાજપે 2013 માં 32% ના મુકાબલે 4% વોટશેર પોતાના ખાતામાં ખેંચી લીધા અને આ ચૂંટણીમાં 36% વોટ મેળવી લીધા. ત્યારબાદ આ મતોને ભાજપે બેઠકોમાં બદલવામાં સફળતા મેળવી લીધી. જેડીએસે માત્ર 18.3% મતો મેળવ્યા કે જે ગઈ ચૂંટણીના તુલનામાં 2% ઓછા હતા. પરંતુ તેનુ કોંગ્રેસના મુકાબલે બેઠકોમાં કન્વર્ઝન થયુ. આ માત્ર એટલા માટે સંભવ બન્યુ કારણકે વોકલિંગા બાહુલ વિસ્તારોમાં તે ઘણા પ્રભાવી બન્યા.

3 ને છોડી અન્ય વિસ્તારોમાં કોંગ્રેસને ભારે નુકશાન

3 ને છોડી અન્ય વિસ્તારોમાં કોંગ્રેસને ભારે નુકશાન

કોંગ્રેસને હૈદરાબાદ, કર્ણાટક, ઉત્તરી કર્ણાટક અને જૂના મૈસૂરમાં ભાજપથી વધુ મતો મળ્યા પરંતુ આ વિસ્તારોમાં કોંગ્રેસને ભારે નુકશાન થયુ અને વોટશેર પર ઘણા ઓછા રહ્યા. અહીં કુલ 99 બેઠકો છે. અન્ય વિસ્તારોમાં ભાજપના મતોની ટકાવારી વધુ રહી. ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે ભાજપને પછાડ્યુ પરંતુ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ ભાજપથી પાછળ રહી ગઈ. 20 બેઠકો પર કોંગ્રેને 38.7% મતો મેળવ્યા જ્યારે ભાજપને 32.3 % મળ્યા. પરંતુ બંનેના ખાતામાં 7-7 બેઠકો આવી.

લિંગાયત બાહુલ બેઠકો પર ભાજપ વધુ પ્રભાવી

લિંગાયત બાહુલ બેઠકો પર ભાજપ વધુ પ્રભાવી

આરક્ષિત બેઠકો પર પણ ઘણો બદલાવ જોવા મળ્યો. એસસી બેઠકો પર કોંગ્રેસે ભાજપથી વધુ મતો મેળવ્યા પરંતુ ભાજપની 16 બેઠકોના મુકાબલે 12 બેઠકો પર જ જીત મેળવી શક્યા. આ જ સ્થિતિ ભાજપની રહી જેણે એસટી બેઠકો પર કોંગ્રેસથી વધુ મતો મેળવ્યા પરંતુ કોંગ્રેસની 8 બેઠકોના મુકાબલે માત્ર 6 બેઠકો પર જીત મળી. 120 લિંગાયત બેઠકો પર કોંગ્રેસનો વોટ શેર વધ્યો અને 35.9 % થી 38.1% પહોંચ્યુ. વળી, આ બેઠકો પર કોંગ્રેસના મુકાબલે ભાજપનો વોટશેર 40.6% રહ્યો અને તે કોંગ્રેસના વોટશેરથી વધુ પ્રભાવી સાબિત થયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X