કર્ણાટકના ફ્લોર ટેસ્ટ પહેલા સ્પીકર બોપૈયાની નિયુક્તિ પર સુપ્રિમ કોર્ટમાં 10.30 વાગે સુનાવણી
કર્ણાટકની રાજનીતિમાં શનિવારનો દિવસ બહુ મહત્વનો બની રહેશે. જ્યાં એક તરફ ભાજપે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે તો બીજી તરફ સુપ્રિમ કોર્ટ ફરીથી એક વાર કોંગ્રેસની યાચિકા પર સુનાવણી કરશે.
કર્ણાટકની રાજનીતિમાં શનિવારનો દિવસ બહુ મહત્વનો બની રહેશે. જ્યાં એક તરફ ભાજપે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે તો બીજી તરફ સુપ્રિમ કોર્ટ ફરીથી એક વાર કોંગ્રેસની યાચિકા પર સુનાવણી કરશે. કર્ણાટક પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા નિયુક્તિ મામલામાં સુપ્રિમ કોર્ટ શનિવારે સવારે 10.30 વાગે સુનાવણી કરશે. પ્રોટેમ સ્પીકર બોપૈયાની નિયુક્તિના વિરોધમાં કોંગ્રેસના વકીલ શુક્રવારે રાતે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની માંગ સ્વીકાર કરી લેવામાં આવી હતી.

કેજી બોપૈયા વિશે જણાવી દઈએ કે તેઓ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય રહી ચૂક્યા છે જેમને શુક્રવારે કર્ણાટક વિધાનસભાના શનિવારે થનારા ફ્લોર ટેસ્ટ માટે પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. કેજી બોપૈયા 2009 થી 2013 સુધી કર્ણાટક વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. વિરાજપેટથી ભાજપના ધારાસભ્ય કેજી બોપૈયાના સ્પીકરના કાર્યકાળ દરમિયાન 2010માં યેદિયુરપ્પાનો વિશ્વાસમત ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો. ઓક્ટોબર 2010માં બોપૈયા જ સ્પીકર હતા જ્યારે યેદિયુરપ્પાનો વિશ્વાસ મત મેળવવા પર ત્યારના કર્ણાટકના રાજ્યપાલ એચઆર ભારદ્વાજે સવાલ ઉઠાવ્યા હતા અને તેમને ફરીથી વિશ્વાસનો મત મેળવવા કહ્યુ હતુ. વિશ્વાસનો મત કોંગ્રેસના ઘણા હોબાળા વચ્ચે લાવવામાં આવ્યો હતો.
કર્ણાટક વિધાનસભામાં શનિવાર સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ થશે જેમાં ભાજપને પોતાનો બહુમત સાબિત કરવાનો રહેશે. ભાજપ પૂરા આત્મવિશ્વાસ સાથે કહી રહી છે કે તેમની પાસે પર્યાપ્ત ધારાસભ્યો છે અને તેઓ વિધાનસભામાં બહુમત મેળવીને કર્ણાટકની જનતાને ઉજવણી કરવાની તક આપશે. જો કે, કોંગ્રેસ જેડીએસનો આરોપ છે કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે. તેમના ધારાસભ્યો પર ભાજપના ફોન આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
