કાવેરી જળ વિવાદ મુદ્દે આજે કર્ણાટક બંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ઉલ્લેખનીય છે કે મંડ્યા અને મૈસુરના ખેડૂત પાણીના મુદ્દે ગુસ્સે ભરાયાં છે. તે ઇચ્છતાં નથી કે તમિળનાડુને પાણી આપવામાં આવે માટે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ફિલ્મ સ્ટાર, સ્કૂલના બાળકો અને સ્થાનિક લોકો બંધને સમર્થન પુરૂ પાડી રહ્યાં છે. જેના કારણે આંદોલનમાં ગરમાવો આવી ગયો છે.
સુપ્રિમ કોર્ટના આદેશનુસાર કર્ણાટકે કાવેરીમાંથી 9000 ક્યૂસેક પાણી તમિળનાડુ માટે છોડવાનું છે, જ્યારે કર્ણાટકે અત્યાર સુધી 6000 ક્યૂસેક પાણી છોડ્યું છે. પરંતુ આ મુદ્દે પણ રાજ્યમાં હંગામો મચી ગયો છે.
કર્ણાટક સરકારે દાવો કર્યો છે કે ઓછા વરસાદના કારણે કૃષ્ણ સાગર ડેમમાં ફક્ત 27 ટીએમસી પાણી છે. જેના કારણે રાજ્યમાં પાણી પુરૂ પાડી શકાય તેમ નથી એવા સમયે તમિળનાડુને કેવી રીતે પાણી આપી શકાય.












Click it and Unblock the Notifications
