For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં મોટો અકસ્માત, જીપ અને લારી વચ્ચે ટક્કરમાં 8ના મોત, 3 ઘાયલ

એક મોટા અકસ્માતના સમાચાર કર્ણાટકમાંથી સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલ દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખરાબ રોડ રસ્તાઓને કારણે ચોમાસામાં અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. આવા સમયે એક મોટા અકસ્માતના સમાચાર કર્ણાટકમાંથી સામે આવી રહ્યા છે. કર્ણાટકના ચિંતામણી તાલુકામાં રવિવારના રોજ જીપ અને લારી વચ્ચે ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.

accident

આ અકસ્માત ચિંતામણી તાલુકાના મરિનાયકનહલ્લી ખાતે થયો હતો. પીડિતોની ઓળખ દૈનિક વેતન મજૂરો તરીકે કરવામાં આવી છે, જે આંધ્રપ્રદેશ જઈ રહ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને ચાર પુરુષો છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને ચિંતામણી ધારાસભ્ય જે કે કૃષ્ણ રેડ્ડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

English summary
Karnataka: Big accident in Chintamani, 8 killed and 3 injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X