For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યમાં ટ્રાફિક નિયમ બદલાયા, હેલમેટ નહિ પહેર્યું હોય તો લાયસન્સ રદ્દ થશે

આ રાજ્યમાં ટ્રાફિક નિયમ બદલાયા, હેલમેટ નહિ પહેર્યું હોય તો લાયસન્સ રદ્દ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટક રાજ્ય પરિવહન વિભાગે હવે તમામ ટૂ વ્હિલર ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત કરી દીધો છે. રાજ્ય સરકારે નિયમોના ઉલ્લંઘન માટે કાનૂની દંડ અને 3 મહિના માટે ડ્રાઈવિંગ લાઈસેન્સ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. માત્ર ટૂ વ્હિલર ચાલક જ નહિ તેની સાથે સવારી કરનાર વ્યક્તિએ પણ હેલમેટ પહેરવો ફરજીયાત છે. જણાવી દઈએ કે રાજ્યના પરિવહન વિભાગના નવા નિયમો મુજબ હવે ટૂ વ્હિલર વાહનો પર 4 વર્ષથી વધુના બાળકોએ પણ હેલમેટ પહેરવું ફરજીયાત કરી દીધું છે.

traffic police

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંકટને પગલે લગાવવામાં આવેલ લૉકડાઉન બાદ કર્ણાટક સરકારે આ ફેસલો લીધો છે. રાજ્ય સરકારે વધતા રોડ અકસ્માતોને ધ્યાનમાં રાખતાં આ ફેસલો લીધો છે. કર્ણાટક રાજ્ય પરિવહન વિભાગના આ પગલાંથી રોડ અકસ્માતોમાં થતા મૃત્યુમાં ઘટાડો થવાની ઉમ્મીદ જતાવાઈ રહી છે, પરંતુ આ ફેસલો કેટલો કારગર છે તે આગામી સમય જ જણાવશે. માનવામાં આવી રહ્યું છે કે કર્ણાટક સરકારની જેમ જ અન્ય રાજ્ય પણ આવા પ્રકારના ફેસલા લઈ શકે છે.

Gujarat bypolls 2020: 8 સીટ પર કુલ 81 ઉમેદવારો નોંધાયા, 21એ ઉમેદવારી પાછી ખેંચીGujarat bypolls 2020: 8 સીટ પર કુલ 81 ઉમેદવારો નોંધાયા, 21એ ઉમેદવારી પાછી ખેંચી

English summary
Karnataka changed traffic rules, helmet is compulsory for all bike riders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X