કર્ણાટક: સ્થાનિક ચૂંટણીમાં બીજેપીને પછાડી કોંગ્રેસ આગળ

karnataka map
બેંગલોર, 11 માર્ચ: વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને કર્ણાટકમાં જોરદાર ઝટકો લાગ્યો છે જ્યારે કોંગ્રેસને સારી એવી જીત મળી છે. લગભગ પાંચ હજાર વોર્ડમાંથી અત્યાર સુધી જાહેર થયેલા 4500 વોર્ડના પરિણામમાં કોંગ્રેસને 1800થી વધારે વોર્ડમાં જીત હાસલ થઇ છે.

જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાની જનતા દળ સેક્યૂલરને 870 બેઠકો મળી છે. સત્તારૂઢ બીજેપીને પૂર્વ સીએમ યેદીયુરપ્પા દ્વારા પાર્ટી છોડવાનું જોરદાર નુકસાન થયું છે અને તે માત્ર 800 વોર્ડમાં જીત મેળવી શકી છે.

બીજેપીના પૂર્વ મંત્રી બી. શ્રીમાલુની બીએસઆર કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદીયુરપ્પાની કર્ણાટક જનતા પક્ષને પોતાની મૂળ પાર્ટીને જોરદાર નુકસાન આપ્યું છે. યેદીયુરપ્પાની કેજેપીએ 250 બેઠક મેળવી જ્યારે શ્રીમાલુની બીએસઆર કોંગ્રેસે 77 બેઠક પર જીત મેળવી છે. 625 વોર્ડોમાં સ્વતંત્ર ઉમેદવાર વિજયી રહ્યા છે.

મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જણાવ્યું કે ચૂંટણી પરિણામ તમામ રાજનૈતિક દળો માટે ખતરાની ઘંટી સમાન છે. કેટલાક લોકોને એવો ભ્રમ હતો કે બીજેપી સાફ થઇ જશે. પરંતુ એવું ના થયું. શેટ્ટારે જણાવ્યું કે જે રીતે મોટી સંખ્યામાં સ્વતંત્ર ઉમેદવારોએ જીત મેળવી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સ્થાનીય મુદ્દે ચૂંટણીમાં હાવી રહ્યા છે. 2007માં થયેલી સ્થાનીય ચૂંટણીમાં 5007 વોર્ડમાંથી કોંગ્રેસને 1606, જેડીએસને 1502 તથા બીજેપીને 1180 વોર્ડમાં જીત મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X