Karnataka CM : કોંગ્રેસમાં ખેંચતાણને લઈને બસવરાજ બોમ્મઈનો ટોણો, જાણો શું કહ્યું?
કર્ણાટક જીતીને હવે કોંગ્રેસ રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે સમય લગાવી રહી છે. કોંગ્રેસની આ કવાયતમાં વિરોધીઓને મોકો મળ્યો છે. રાજ્યમા પુર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બસવરાજ બોમ્મઈએ કોંગ્રેસને ટોણો માર્યો છે.
કોંગ્રેસ સામે ખરાબ રીતે હાર્યા બાદ હવે ધીરે ધીરે બીજેપી નેતાઓનું મૌન ટુટી રહ્યું છે. કોંગ્રેસ વચ્ચે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ખેંચતાણે લઈને બસવરાજ બોમ્મઈએ નિશાન સાધ્યુ છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ મુખ્યમંત્રીની ની પસંદગીમાં વિલંબને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે રાજકારણ' કરતાં લોકોની આકાંક્ષાઓ વધુ મહત્વપૂર્ણ છે.
બસવરાજ બોમાઈએ કહ્યું કે, કોંગ્રેસને બહુમતી મળી છતાં તેને હજુ સુધી તેના સીએમ ઉમેદવાર નક્કી કર્યા નથી. આ પાર્ટીની આંતરિક સ્થિતિ દર્શાવે છે. રાજકારણ કરતાં લોકોની આકાંક્ષાઓ વધુ મહત્વની છે. કોંગ્રેસે વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રીની પસંદગી કરવી જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસે કર્ણાટકમાં જંગી જીત નોંધાવતા દક્ષિણના એક માત્ર રાજ્ય કર્ણાટકમાં સત્તામાં રહેલી બીજેપીને દક્ષિણમાંથી બહાર કરી દીધી છે. આ હાર બીજેપી માટે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા એક મોટો ઝટકો અને વિપક્ષો માટે મોટી તાકાત સાબિત થઈ રહી છે.
જણાવી ગઈએ કે, કોંગ્રેસ હાઈ કમાન્ટ હાલ પ્રદેશના નેતાઓ વચ્ચે સંયોજન જાળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને ફુંકી ફુંકીને કદમ રાખી રહ્યું છે. અપક્ષા છે કે બુધવારે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ જશે.












Click it and Unblock the Notifications
