Video: જયારે સીટ માટે મંચ પર એકબીજા સાથે લડ્યા કોંગ્રેસ નેતા

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોને કારણકે કોંગ્રેસના ધજાગરા ઉડી રહ્યા છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતાઓ એક સાર્વજનિક મંચ પર લડી રહ્યા છે.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોને કારણકે કોંગ્રેસના ધજાગરા ઉડી રહ્યા છે. આ વીડિયોમાં કોંગ્રેસ નેતાઓ એક સાર્વજનિક મંચ પર લડી રહ્યા છે. આ વીડિયો કર્ણાટકના બેલાગાવીનો જણાવવામાં આવી રહ્યો છે જ્યાં એક કાર્યક્રમમાં કોંગ્રેસના ઘણા નેતાઓ શામિલ થયા હતા. પરંતુ અચાનક જ કોંગ્રેસ નેતાઓ અંદર અંદર લડવા લાગ્યા. સૌથી વધુ હેરાન કરતી બાબત હતી કે આ કાર્યક્રમમાં કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ પણ હાજર હતા.

karnataka congress

Image: Times Now

જણાવવામાં આવી રહ્યું છે કે આ વિવાદ સીટ પર બેસવા અંગે થયો હતો. પાર્ટીના પૂર્વ વિધાયક સીટિંગ અરેન્જમેન્ટ અંગે ખુશ ના હતા અને તેને કારણે તેમની બીજા નેતાઓ સાથે વિવાદ થયો. આ બધા વચ્ચે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ પૂર્વ વિધાયકને સાંત્વના આપતા જોવા મળી રહ્યા હતા. આ બધું સાર્વજનિક મંચ પર ચાલતું રહ્યું જયારે ત્યાં હાજર ભીડ આ બધું જોતી રહી.

આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થયા પછી પાર્ટી કોઈને કોઈ કારણસર વિવાદમાં રહી છે. હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જનતાનો આશીર્વાદ લઈને તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઘ્વારા આવું નિવેદન આપ્યા પછી કર્ણાટકની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X