For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે

Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકમાં રાજકી સંકટ ઉંડુંને ઉંડું થતું જઈ રહ્યું છે, ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યાં છે, એવામાં મીડિયા સૂત્રોના હવાલેથી અહેવાલ છે કે વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ 17 જુલાઈએ એચડી કુમારસ્વામી સરકારને બહુમત સાબિત કરવા માટે કહી શકે છે. રમેશે મંગળવારે કોંગ્રેસ અને જેડીએસના તમામ 13 ધારાસભ્યોના રાજીનામાં મંજૂર કરવાની ના પાડી દીધી હતી.

કોંગ્રેસ-જેડીએસના બાગી ધારાસભ્યોએ સુરક્ષા મંગી

કોંગ્રેસ-જેડીએસના બાગી ધારાસભ્યોએ સુરક્ષા મંગી

અગાઉ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના બાગી ધારાસભ્યોએ મુંબઈના પોલીસ કમિશ્નરને પત્ર લખી સુરક્ષાની માંગણી કરી છે. મુંબઈની હોટલમાં રોકાયેલ તમામ 10 ધારાસભ્યોએ પોલીસને પત્ર લખ્યો છે, જેમાં કહ્યું કે અમને એ વાતની જાણકારી મળી છે કે એચડી કુમારસ્વામી અને ડીકે શિવકુમાર અમારી હોટલ પર ધાબો બોલનાર છે, અમે બહુ ડરેલા છીએ. અમે ઈચ્છીએ છીએ કે આમને હોટલમાં આવવા દેવામાં ન આવે. અમારે એમને નથી મળવું, જેથી તમને અપીલ કરીએ છીએ કે અમારી મદદ કરો અને આ લોકોને હોટલમાં આવવાની મંજૂરી આપવામાં ન આવે.

ધારાસભ્યોની ખરીદીના અહેવાલ જૂઠા

ધારાસભ્યોની ખરીદીના અહેવાલ જૂઠા

જેડીએસના બાગી ધારાસભ્ય નારાયણ ગૌડાએ કહ્યું કે કોઈએ અમને એ વાતની જાણકારી આપી છે કે મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર તમામ ધારાસભ્યોને મળવા માટે મુંબઈ પહોંચી ગયા છે. અમે સુરક્ષાની માંગણી કરી છે જેથી આ લોકો અમારા પર દબાણ ન નાખી શકે. તેમણે કહ્યું કે ધારાસભ્યોની ખરીદીના અહેવાલ સાચા નથી, અહીં અમે પૈસા માટે નથી આવ્યા, અમને કોઈપણ પૈસા નથી આપી રહ્યા. અમે એમની સમસ્યા હજારો વખત જણાવી છે, પરંતુ તેઓ ક્યારેય સાંભળતા જ નથી.

અમે માત્ર રાજીનામું આપ્યું, પાર્ટી નથી છોડીઃ ગૌડા

અમે માત્ર રાજીનામું આપ્યું, પાર્ટી નથી છોડીઃ ગૌડા

ગૌડાએ એમ પણ કહ્યું કે આ ગઠબંધનથી સંતુષ્ટ નથી, આમાં કોઈપણ પ્રકારની એકજુટતા નથી. કોંગ્રેસે એચડી કુમારસ્વામીને બહુ પરેશાન કર્યા છે, આ લોકો તેમને કામ નથી કરવા દેતા. જ્યારે પણ સ્પીકર અમને બોલાવશે અમે સ્પીકર પાસે જઈશું અને તેમની મુલાકાત કરશું. અમે પાર્ટી નથી છોડી, માત્ર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.

કર્ણાટકે મોદી સરકાર પર આરોપ લગાવ્યા

કર્ણાટકે મોદી સરકાર પર આરોપ લગાવ્યા

કર્ણાટકમાં ચાલી રહેલ રાજનૈતિક ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્યોમાં વિપક્ષી સરકારને પાડવા માટે રાજ્યપાલોનો ઉપયોગ કરી રહી છે, તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશથી લઈ કર્ણાટક સુધી રાજ્યપાલ ડિફેક્ટરોનો પક્ષ લે છે. અનેકોંગ્રેસથી બહાર આવવામાં તેમની મદદ કરે છે.

ગુજરાતઃ કોંગ્રેસને વધુ એક ફટકો, 40 નેતાઓએ પાર્ટી છોડી ગુજરાતઃ કોંગ્રેસને વધુ એક ફટકો, 40 નેતાઓએ પાર્ટી છોડી

English summary
karnataka crisis: karnataka cm kumaraswamy could be asked for floor test on 17th july
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X