For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ, 14નાં મોત

ધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકના ધારવાડમાં ત્રણ દિવસ પહેલા એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાસાઈ થઈ ગઈ હતી જેમાં અત્યાર સુધીમાં 14 લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હજુ પણ કેટલાય લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 56 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. આ દુર્ઘટના 19 માર્ચે ઘટી હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ આજે શુક્રવારે સવારે કામાળમાંથી બચાવકર્મીઓએ એક વ્યક્તિને જીવતો બહાર કાઢી લીધો છે.

અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત

અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત

ઘટના સ્થળે હાજર ધાવાડ ડેપ્યૂટી કમિશનર દીપા ચોલને જણાવ્યું, આ ઘટનામાં કુલ 14 લોકોનાં મોત થયાં છે. કાલે અમે બે લોકોને બચાવ્યા. કાટમાળમાં ત્રણ અન્ય લોકો ફસાયેલા છે. તેમને અમે ઓક્સિઝન અે ઓઆરએસ આપ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી છે. આ સમયે પણ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવકાર્યમાં લાગી છે.

અન્ય કેટલાય લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા

આ ઘટના વિશે ધારવાડ પોલીસે જણાવ્યું કે દિવ્યા ઉનાકલ, દક્ષાયિણી અને અન્ય એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ઓછામાં ઓછા 12-15 શખ્સો કાટમાળ નીચે દબાયા હોવાની બચાવકર્મીઓને આશંકા છે કેમ કે કાટમાળ નીચેથી અવાજ આવતો સંભળાઈ રહ્યો છે. ધારવાડમાં બિલ્ડિંગ જમીનદોસ્ત થવાના મામલામાં ઈમારતના માલિકો, રવિ બસવરાજ સબરાડ, બસવરાજ ડી નિગાડી, ગંગપ્પા એસ શિનત્રી, મહાબલેશ્વર પુરદાગુડી અને એન્જિનિયર વિવેક પવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તમામ ચારેય માલિકોએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે જ્યારે એન્જિનિયરને પણ પોલીસે દબોચી લીધો છે.

12 લોકો હજુ પણ લાપતા

બિલ્ડિંગ જમીનદોસ્ત થયાની થોડી વારમાં જ મુખ્યમંત્રી કુમારસ્વામીનું નિવેદન આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે ધારવાડમાં નિર્માણાધીન ઈમારત પડતાં આઘાતમાં છું, બચાવ કાર્ય માટે મેં મુખ્ય સચિવને બચાવ કાર્યની દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા છે. સાથે જ મેં સીએમને વિશેષ ઉડાણ દ્વારા અતિરિક્ત સંસાધન અને વિશેષજ્ઞ બતાવ દળ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં બિલ્ડિંગ પડવાનો આ પહેલો મામલો નથી. અગાઉ પણ બેંગ્લોરના ત્યાગરાજ નગર ક્ષેત્રમાં ઈમારત ધરાશાઈ થઈ હતી.

બાંદીપોરમાં સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યાબાંદીપોરમાં સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યા

English summary
Karnataka: Dharwad building collapse Man rescued from site, death toll rises
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X