Karnataka Election 2023: ભાજપ ઉમેદવારોની ચોથી યાદી જાહેર, બીવી નાયકને પણ મળ્યો મોકો
Karnataka BJP Candidatates list: ભાજપે બુધવારે મોડી રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી. ભાજપની ચોથી યાદીમાં બાકીની બે બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર બીવી નાયકને પણ પાર્ટીએ તક આપી છે. ભાજપે શિમોગાથી ચન્ના બસપ્પાને ટિકિટ આપી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની ચોથી યાદીમાં બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

અગાઉ, ભાજપના ઉમેદવારોની ત્રીજી સૂચિ સુધી, પાર્ટીએ 222 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા હતા. બુધવારે જાહેર કરાયેલી ચોથી યાદીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ બીવી નાયકને માનવીથી જ્યારે ચન્ના બાસપ્પાને શિમોગાથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે અગાઉ 17 એપ્રિલે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી. જેમાં 10 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા. આ વખતે ભાજપથી નારાજ વરિષ્ઠ નેતા કૃષ્ણરાજાએ પાર્ટીમાંથી બળવો કરવાની જાહેરાત કરી છે. જ્યારે પૂર્વ મંત્રી કે.એસ. ઈશ્વરપ્પા પણ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. ચન્ના બસપ્પાને શિમોગાની ટિકિટ નકારવામાં આવી હતી, તેમને તક આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ભાજપ દ્વારા 11 એપ્રિલે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં 189 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે બીજી યાદી 12 એપ્રિલે બહાર પાડવામાં આવી હતી. તેમાં 23 ઉમેદવારોના નામ હતા. જ્યારે પાર્ટીએ ત્રીજી યાદી બહાર પાડી હતી. આ 10 ઉમેદવારોની યાદી હતી.
#KarnatakaElection2023 | BJP releases fourth list of candidates.
— ANI (@ANI) April 19, 2023
BV Nayak, former Congress MP, to contest from Manvi. pic.twitter.com/UhzDLYzQ1m












Click it and Unblock the Notifications
