Karnataka Election : મૈસુરમાં પીએમ મોદી સામે ફોન ફેંકાયો, જાણો શું છે પુરો મામલો?

કર્ણાટકમાં સત્તા બચાવવા માટે મેદાને પહેલી બીજેપીએ તેના તમામ મોટા નેતાઓને રાજ્યમાં પ્રચારમાં ઉતારી દીધા છે. આ ક્રમમાં આજે પીએમ મોદી કર્ણાટક પહોંચ્યા હતા અને મૈસુરમાં રેલી યોજી હતી. આ રેલી દરમિયાન પીએમ મોદી સામે મોબાઈલ ફોન ફેંકાયાનો મામલો સામે આવ્યો છે.

મૈસૂરમાં રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચુક સામે આવી છે. રોડ શો માં કાફલામાં અંદર PM મોદીની કાર આગળ મોબાઈલ ફોન ફેંકવામાં આવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

Karnatak Election

સામે આવી રહેલા અહેવાલો અનુસાર, મોબાઈલ ફેંકાતા જ SPG જવાનોએ તકેદારી બતાવતા PM મોદીની કારમાંથી મોબાઈલ છીનવી લીધો હતો. તપાસમાં આ ફોન અકસ્માતે ફેંકાયો હોવાનું સામે આવ્યુ છે.

રિપોર્ટ અનુસાર, આ ફોન પીએમ મોદીથી માત્ર 5 ફૂટ દુર પડ્યો હતો. કર્ણાટક પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ PM મોદી પર ફૂલ ફેંકી રહ્યો હતો ત્યારે તેણે અકસ્માતે પોતાનો ફોન વાહન તરફ ફેંકી દીધો.

આ પહેલા ઘટના નથી, આ પહેલા પણ 25 માર્ચે દાવણગેરેમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. ચૂંટણી રેલી દરમિયાન એક વ્યક્તિ પીએમ મોદી તરફ દોડવા લાગ્યો હતો. યુવકે પીએમ મોદીના કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, પીએમ મોદી છેલ્લા બે દિવસથી કર્ણાટકના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી સત્તા બચાવવા માટે સંઘર્ષ કરી રહેલી બીજેપીમાં પ્રાણ પુરવાની કોશિશ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X