Karnataka Election : આમ આદમી પાર્ટીએ 60 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જુઓ યાદી

બેંગ્લોર : આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી બાદ હવે બીજા રાજ્યોમાં પોતાનો પગ પસારવાની કોશિશ કરી રહી છે ત્યારે હવે તેને કર્ણાટક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કર્ણાટક ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 40 ઉમેદવારોના નામ છે.
લાંબા સમયથી આમ આદમી પાર્ટીની નજર દક્ષિણના મહત્વના રાજ્ય કર્ણાટક પર છે. અરવિંદ કેજરીવાલે અહીં ઘણી રેલીઓ યોજી ભાજપને જોરદાર પડકાર ફેંક્યો હતો. આ પહેલા AAP એ 80 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. હવે 60 નવા નામ આવતાં કુલ ઉમેદવારોની સંખ્યા 140 થઈ ગઈ છે. આ પહેલા પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે પહેલા જ કહી ચુક્યા છે કે, તેમની પાર્ટી તમામ 224 સીટો પર ચૂંટણી લડશે. પાર્ટી આ માટે ઘણા સમયથી તૈયારી કરી રહી છે. તેમણે ઉગ્રતાથી બેરોજગારી અને ભ્રષ્ટાચારનો મુદ્દા ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટીએ તેના ઢંઢેરામાં દાવો કર્યો છે કે, તે દર વર્ષે 2 લાખ નોકરીઓ આપશે. આ સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ નિયમિત કરવામાં આવશે.
Aam Aadmi Party (AAP) releases second list of 60 candidates for the upcoming #KarnatakaElections2023 pic.twitter.com/tnL9vAy2Uz
— ANI (@ANI) March 31, 2023
ગઈ ચૂંટણીની વાત કરીએ તો, 2018માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં કોઈપણ પક્ષ બહુમતનો આંકડો મેળવી શક્યો નહોતો. ભાજપે સૌથી વધુ 104 બેઠકો જીતી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
