Karnataka Election : કર્ણાટક ચૂંટણી સર્વેમાં ઓછી સીટોને લઈને બીજેપી ભડકી, કહ્યું- બકવાસ છે
કર્ણાટકમાં હવે ચૂંટણી માટે માત્ર 10 દિવસ બાકી છે અને તમામ પાર્ટીઓ પ્રચારમાં પુરૂ જોર લગાવી રહી છે. બીજી તરફ હાલ એક પછી એક ઓપિનિયન પોલ સામે આવી રહ્યા છે. આ પોલમાં બીજેપી સત્તા ગુમાવતી જોવા મળી રહી છે. હવે આ મુદ્દે બીજેપીએ સર્વેને બકવાસ ગણાવી દીધા છે.
બીજેપીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રી-પોલ સર્વેને ખોટા ગણાવ્યા છે. બીજેપી નેતા બીએલ સંતોષે કહ્યું કેસ, યોગેન્દ્ર યાદવે આ સર્વે પોતાના બોસને ખુશ કરવા માટે કરાવ્યો હતો. બીએલ સંતોષે કહ્યું કે આ સર્વે ત્યારે કરવામાં આવ્યો જ્યારે યોગેન્દ્ર યાદવ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાઈ રહ્યા હતા.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રી-પોલ સર્વેમાં આગાહી કરાઈ છે કે, કોંગ્રેસ રાજ્યમાં 134-140 બેઠકો સાથે સરકાર બનાવી શકે છે. સર્વે અનુસાર, આ વખતે બીજેપીને વોટ શેર 10% વધી રહ્યો છે અને સીટો ઘટી છે. પ્રો પોલ સર્વેમાં રાજ્યમાં ભાજપને 57-65 બેઠકોની આગાહી કરાઈ છે.
આ પ્રિ-પોલ કન્નડ મીડિયા એડીના દ્વારા કરવામાં આવ્યો છે. સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવે પ્રી-પોલ સર્વેના તારણોનું કેટલાક વિશ્લેષણ શેર કર્યું છે. જેના પર બીજેપી ભડકી છે.
બીએલ સંતોષે આ સર્વે પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે આ કોંગ્રેસની રણનીતિનો એક ભાગ છે, જે વાસ્તવિક નથી. તેમણે કહ્યું કે, આ ખરેખર આશ્ચર્યજનક છે કે તે તેમના બોસને ખુશ કરવા માટે તેમની પદયાત્રાઓ અને આંદોલનો વચ્ચે સમય કાઢે છે.
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે યોગેન્દ્ર યાદવના આ પ્રી-પોલ સર્વેના વિશ્લેષણ પર તીખી પ્રતિક્રિયા આપી અને સર્વેને નકલી ગણાવ્યો. તેમણે કહ્યું કે, યોગેન્દ્ર યાદવે કર્ણાટક ચૂંટણી વિશે અગાઉ કહ્યું હતું કે તેમની પાસે તેના પર ધ્યાન આપવાનો સમય નથી, આજે તે પ્રી પોલ સર્વેનું વિશ્લેષણ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
