Karantaka Election : બીજેપીએ એક મંત્રી સહિત વધુ 7 ધારાસભ્યોની ટિકિટ કાપી, મંત્રીએ રાજનીતિ છોડવાની જાહેરાત કરી
કર્ણાટકમાં બીજેપીએ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આઓ યાદીમાં કુલ 23 ઉમેદવારોના નામ છે. ફુંકી ફુંકીને કદમ રાખી રહેલી બીજેપી માટે કર્ણાટકમાં સ્થિતી ગંભીર બની રહી છે. કર્ણાટકમાં હાલ બીજેપી માટે એક સાંધે અને તેર તુટે જેવી સ્થિતી સર્જાઈ છે.
બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં બીજેપીએ 7 ધારાસભ્યોની ટિકિટ કાપતા મોટો વિવાદ સર્જાયો છે. આ 7 લોકોમાં કર્ણટક સરકારના એક મત્રી પણ સામેલ છે. આ પહેલા 188 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. તેમાં પણ મોટી સંખ્યામાં નવા ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી. હજુ પણ બીજેપીના 12 ઉમેદવારો જાહેર થવાના બાકી છે.

બીજી યાદીમાં બીજેપીએ હાલ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી અંગારા એસની ટિકિટ કાપી છે. ટિકિટ કપાતા અંગારા નારાજ જોવા મળી રહ્યા છે અને તેમને રાજનીતિ છોડવાની જાહેરાત કરી દીધી છે. નારાજ અંગારા એસે કહ્યું કે, મારી પ્રામાણિકતા મારા માટે ફટકો છે. મને લોબિંગ કરવામાં કોઈ રસ નહોતો. હવે હું રાજકારણમાં નહીં રહું અને ચૂંટણી પ્રચારમાં પણ નહીં આવું. પાર્ટી પોતાના નવા ઉમેદવારનું ધ્યાન રાખી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, બીજેપીએ 7 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે. આ લિસ્ટમાં ચન્નાગિરીના પાર્ટીના ધારાસભ્ય મદલ વીરૂપક્ષા પણ સામેલ છે. જે હાલ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. ભાજપની બીજી યાદીમાં બે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
આ સિવાય કર્ણાટકમાં બીજેપીએ સાંસદ કુમારસ્વામીને ટિકિટ આપવાનો પણ ઈન્કાર કર્યો છે. તે મુદિગેરથી ફરીથી ચૂંટણી લડવા માંગતા હતા. પાર્ટીએ ધારાસભ્યો સીએમ નિમ્બન્નવર, એસએ રવિન્દ્રનાથ, નેહરુ ઓલેકર, એન લિંગાના, સુકુમાર શેટ્ટીને પણ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે. આ સાથે પાર્ટીએ કુલ 18 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે.












Click it and Unblock the Notifications
