Karnataka Election : કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ, જાણો કેમ?
કર્ણાટકમાં રાજનીતિ હાલ ચરમ પર છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે મેદાને પડ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં જ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં શિવકુમાર રેલીમાં લોકોને રૂપિયા વહેંચી રહ્યા હતા. હવે આ વીડિયોને લઈને તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વીડિયો સામે આવ્યા બાદ માંડ્યાની કોર્ટે તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આદેશ બાદ હવે માંડ્યા ગ્રામીણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

વિગતો અનુસાર, ડીકે શિવકુમારનો એક વીડિયો 28 માર્ચે સામે આવ્યો હતો. વીડિયોમાં ડીકે શિવકુમાર રોડ શો દરમિયાન ખુલ્લી કારમાં સવાર થઈને લોકો પર 500 રૂપિયાની નોટો ઉડાવી રહ્યા હતા. આ વીડિયો માંડ્યા જિલ્લાના બેવિનાહલ્લી વિસ્તારનો હતો.
હવે પોલીસે ડીકે શિવકુમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ મામલો પહેલા સ્થાનિક કોર્ટ સમક્ષ મૂકાયો હતો. જે બાદ કોર્ટે પોલીસને કેસ નોંધવાનો આદેશ આપ્યો. પોલીસ ફરિયાદ દાખલ થયા પછી કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે ડીકે પાર્ટીના પ્રચાર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો કરનારા કલાકારોને પૈસા આપી રહ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ 224 બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે. આ ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર થશે.












Click it and Unblock the Notifications
