Karnataka Election : કોંગ્રેસનો આરોપ, મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું રચી રહી છે ભાજપ
Karnataka Election : હાલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આવામાં રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. આ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે શાબ્દિક પ્રહારો વધી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને જીવનું જોખમ હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે, ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈના ફેવરિટ છે. તેમના ઓડિયો રેકોર્ડિંગ પરથી કાવતરું સ્પષ્ટ થાય છે.
સુરજેવાલાએ કોન્ફરન્સમાં એક ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી અને દાવો કર્યો હતો કે, ચિત્તપુરના ભાજપના ધારાસભ્ય મણિકાંત રાઠોડે ખડગે માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ખડગે અને તેના પરિવારને મારવાની વાત પણ સાંભળી હતી.
કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મને ખબર છે કે વડાપ્રધાન આ અંગે મૌન રહેશે. કર્ણાટક પોલીસ અને ચૂંટણી પંચ પણ આ અંગે મૌન રહેશે, પરંતુ કર્ણાટકના લોકો ચૂપ નહીં રહે અને જડબાતોડ જવાબ આપશે.
કોંગ્રેસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કન્નડ લોકો પ્રત્યે ભાજપની નફરત હવે કર્ણાટકની ભૂમિના પુત્ર ખડગેની હત્યાના કાવતરામાં ફેરવાઈ ગઈ છે. વડાપ્રધાન અને ભાજપ નેતૃત્વ હત્યાના કાવતરા અંગે મૌન રહેશે.
કોંગ્રેસના આ આરોપો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, તેમની સરકાર આ મામલાને ગંભીરતાથી લેશે. અમે સમગ્ર મામલાની તપાસ કરીશું અને કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
